હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે કોંગ્રેસની કવાયત
- કોંગ્રેસ પાર્ટી કાર્યાલય ખાતેથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
- કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં આપી પાંચ મોટી ગેરંટી
- પ્યારી દીદી યોજના હેઠળ ગરીબ પરિવારની એક મહિલાને મદદ
- ગરાબ પરિવારની એક મહિલાને મહિનેરૂ.2,500ની આર્થિક મદદ
- જીવન રક્ષા યોજના હેઠળ રૂ.25 લાખ સુધીનું મફત આરોગ્ય વીમા કવચ
- બેરોજગાર યુવાનોને એક વર્ષ માટે દર મહિને રૂ.8,500નું સ્ટાઇપેન્ડ
- ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવાનું પણ વચન આપ્યું
- મોઘવારી રાહત માટે રૂ.500માં LPG સિલિન્ડર-મફત રાશન કીટ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બુધવારે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો,પત્રકાર પરિષદમાં પાર્ટી મહાસચિવ જયરામ રમેશે પાંચ ગેરંટી વિશે વાત કરી હતી.
#WATCH दिल्ली: दिल्ली विधानसभा चुनाव 2025 के लिए कांग्रेस ने अपना घोषणापत्र जारी किया।#DelhiElection2025 pic.twitter.com/X1zcw2xILm
— ANI_HindiNews (@AHindinews) January 29, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બુધવારે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો.તેમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત,ગરીબ પરિવારની મહિલાને દર મહિને 2500 રૂપિયા, 500 રૂપિયામાં LPG સિલિન્ડર અને બધાને સસ્તું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે100 ઇન્દિરા કેન્ટીન ખોલવાનું વચન આપવામાં આવ્યું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બુધવારે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો.તેમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત,ગરીબ પરિવારની મહિલાને દર મહિને 2500 રૂપિયા, 500 રૂપિયામાં LPG સિલિન્ડર અને બધાને સસ્તું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે 100 ઇન્દિરા કેન્ટીન ખોલવાનું વચન આપવામાં આવ્યું છે.
– કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટોમાં 5 ગેરંટી આપી
- પ્યારી દીદી યોજના હેઠળ ગરીબ પરિવારની એક મહિલાને મહિનેરૂ.2,500ની આર્થિક મદદ
- જીવન રક્ષા યોજના હેઠળ રૂ.25 લાખ સુધીનું મફત આરોગ્ય વીમા કવચ
- યુવા ઉડાન યોજના હેઠળ બેરોજગાર યુવાનોને એક વર્ષ માટે દર મહિને રૂ.8,500નું સ્ટાઇપેન્ડ
- મોંઘવારી રાહત યોજના હેઠળ 500 રૂપિયામાં LPG સિલિન્ડર, મફત રાશન કીટ
- કોંગ્રેસે ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવાનું પણ વચન આપ્યું
ચૂંટણી ઢંઢેરામાં વચન આપવામાં આવ્યું છે કે દિલ્હીમાં કરાર આધારિત નોકરીઓ નાબૂદ કરીને બધી નોકરીઓ નિયમિત કરવામાં આવશે.સરકારી નોકરીઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવામાં આવશે.વૃદ્ધો, વિધવાઓ,અપંગો,ટ્રાન્સજેન્ડર અને વંચિત લોકો માટે નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે અને દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે.હાલમાં આવા લોકોને પેન્શન તરીકે 2,500 રૂપિયા આપવામાં આવે છે.
અમે વિધવાઓની દીકરીઓના લગ્ન માટે શગુન તરીકે 1.1 લાખ રૂપિયા આપીશું.દિલ્હીમાં 100 ઇન્દિરા કેન્ટીન સ્થાપિત કરવામાં આવશે.આ કેન્ટીનમાં એક પ્લેટ ભોજનની કિંમત 5 રૂપિયા હશે. 7.5 લાખ શેરી વિક્રેતાઓને સારી તકો આપવામાં આવશે.દિલ્હીમાં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
#WATCH दिल्ली: कांग्रेस नेता जयराम रमेश ने कहा, "इस गारंटी का इस्तेमाल आज सभी पार्टियां कर रही हैं। पहली बार कांग्रेस पार्टी ने कर्नाटक चुनाव के दौरान गारंटी शब्द का इस्तेमाल किया था, हम चाहते थे कि जनता तक ये संदेश जाए कि कांग्रेस जो कहती है, वह करती है। ये गारंटी सिर्फ पार्टी… https://t.co/cjKMh9r3d4 pic.twitter.com/toGuJs22Wj
— ANI_HindiNews (@AHindinews) January 29, 2025
કોંગ્રેસ પાર્ટી મુખ્યાલયમાં મેનિફેસ્ટો બહાર પાડતા,કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આજે બધી પાર્ટીઓ ‘ગેરંટી’ શબ્દનો ઉપયોગ કરી રહી છે,પરંતુ કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.તેમણે કહ્યું કે અમે જનતાને આ સંદેશ આપવા માંગીએ છીએ કે કોંગ્રેસ જે કહે છે તે કરે છે.
તેમણે કહ્યું કે જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા,ત્યારે કોંગ્રેસ ગેરંટીના રૂપમાં એક કાયદો લાવ્યો હતો,જે પસાર થયો અને તેનું નામ ‘રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો’હતું.ગેરંટીનો અર્થ-આ જનતાનો અધિકાર છે. જો તેમને આપેલા વચનો પૂરા ન થાય,તો તેઓ કાનૂની આશરો પણ લઈ શકે છે.આ સંદર્ભમાં,કોંગ્રેસે દિલ્હી માટે 5 ગેરંટી આપી છે.
જયરામ રમેશે વધુમાં કહ્યું કે આજે દિલ્હીમાં,વ્યવસાય કરવામાં સરળતા મહત્વપૂર્ણ નથી,પરંતુ શ્વાસ લેવામાં સરળતા મહત્વપૂર્ણ છે.પ્રદૂષણ અને દૂષણની દ્રષ્ટિએ દિલ્હી સૌથી ઉપર છે.આ ભાજપ અને આમ આદમી પાર્ટી સરકારની નીતિઓનું પરિણામ છે.આ વિષયને ગંભીરતાથી લેવો જોઈતો હતો,પણ તેમણે એવું ન કર્યું.તેમણે કહ્યું કે યમુના એક્શન પ્લાન ત્યારે શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી હતા.પ્રથમ વખત,કોઈ મહાનગરમાં 7,000 CNG બસો શરૂ કરવામાં આવી.યમુના એક્શન પ્લાન,સીએનજી બસ અને દિલ્હી મેટ્રો દ્વારા અહીં ઝડપી પ્રગતિ થઈ.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર