હેડલાઈન :
- કેન્દ્રીય બજેટ 2025નું બજેટ લોકસભામાં રજૂ થયુ
- નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યુ બજેટ 2025
- નાણામંત્રીની મધ્યમવર્ગ ખાસ કરી નોકરીયાતોને મોટી ભેટ
- 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે
- પહેલા 7 લાખની આવક પર કોઈ ટેક્સ ભરવો પડતો ન હતો
- હવે 24 લાખ રૂપિયાની આવક પર 30 ટકા ટેક્સ લાગશે
- 75 હજાર રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે છૂટ રહેશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરીને મધ્યમ વર્ગને સૌથી મોટી રાહત આપી છે.હવે,12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.આ ફેરફાર નવી કર પ્રણાલી હેઠળ કરવામાં આવ્યો છે.પહેલા 7 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ ભરવો પડતો ન હતો.
હવે 24 લાખ રૂપિયાની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.75 હજાર રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે છૂટ રહેશે. ઉપરાંત, 15-20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. 8-12 લાખ રૂપિયાની આવક પર 10 ટકા આવકવેરો લાગશે.
– જાણો નવો સ્લેબ
- 0-4 લાખ – શૂન્ય
- 4-8 લાખ – 5% (રિબેટ કલમ 87 – A )
- 8-12 લાખ – 10 % (રિબેટ કલમ 87 – A )
- 12-16 લાખ – 15 %
- 16-20 લાખ – 20 %
- 20-25 લાખ – 25 %
- 25 લાખ રૂપિયાથી વધુ – 30 %
– 12 લાખ રૂપિયાની આવક પર શૂન્ય કર
નાણામંત્રી નિર્મલા સીતારમણની આ મોટી જાહેરાત બાદ મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે.જો કોઈ વ્યક્તિ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે,તો તેને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવાની જરૂર રહેશે નહીં.પરંતુ જો તે 12 લાખ રૂપિયાથી એક રૂપિયો પણ વધુ હોય,તો ટેક્સ ચૂકવવો પડશે.
– ગયા વર્ષે પણ કર મુક્તિ ઉપલબ્ધ હતી
નોંધનીય છે કે ગયા બજેટ 2024માં,નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને નવી કર વ્યવસ્થામાં મોટી ભેટ આપી હતી.આ મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી.હવે ફરી એકવાર મધ્યમ વર્ગને ભેટ આપવા માટે નવા ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
– જૂના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી
નાણામંત્રી નિર્મલા સીતારમણે જૂના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી.જૂના ટેક્સ સ્લેબમાં,પહેલાની જેમ, 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી.50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ છે.
– જૂની કર વ્યવસ્થાનો ટેક્સ સ્લેબ
- 0 થી 2.5 લાખ રૂપિયાની આવક પર 0 %
- 2.5 લાખથી 5 લાખ રૂપિયાની આવક પર: 5 %
- 5 લાખથી 10 લાખ રૂપિયાની આવક પર 20 %
- 10 લાખ રૂપિયાથી વધુ આવક પર પર 30 %
– આવતા અઠવાડિયાથી નવું ટેક્સ બિલ
બજેટ દરમિયાન,નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરી અને 12 લાખ રૂપિયાની આવક પર શૂન્ય કરનો પ્રસ્તાવ મૂક્યો.તે પહેલાં તેમણે એક નવા ટેક્સ બિલની જાહેરાત કરી હતી,જે આવતા અઠવાડિયાથી આવશે. જોકે,નાણામંત્રીએ આ અંગે વધુ માહિતી શેર કરી ન હતી.