હેડલાઈન :
કેન્દ્રીય બજેટ 2025નું બજેટ લોકસભામાં રજૂ થયુ
નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યુ બજેટ 2025
કેન્દ્રીય બજેટ 2025 ના મહત્વના 20 મુદ્દાઓ પર વાત
બજેટમાં પ્રસ્તાવિત વિકાસ પગલાં 10 વ્યાપક ક્ષેત્રો માટે
બજેટ 2025 ગરીબો,યુવાનો,ખેડૂતો,મહિલાઓ પર કેન્દ્રિત
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે.આ તેમનું સતત 8મું બજેટ છે,જે દરમિયાન તેમણે ઘણી મોટી જાહેરાતો કરી છે.
ઉપરાંત આ વખતે સરકારે મોંઘવારીને હરાવવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.આ વખતે આવતા અઠવાડિયે એક નવું ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે અને નીચે પોઈન્ટ્સની મદદથી ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે.
– બજેટના મુખ્ય મુદ્દાઓ
- આ બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરવામાં આવી છે.
- આગામી 5 વર્ષ માટે 20 હજાર કરોડ રૂપિયાનું પરમાણુ ઉર્જા મિશન લાવવામાં આવશે.
- સ્ટાર્ટઅપ્સ માટે લોન રૂ.10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે.ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે.
- દેશભરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 15 પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
- રાષ્ટ્રીય જૈવવિવિધતા મિશન હેઠળ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે.
- મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.
- દેશમાં 200 ડે કેર કેન્સર સેન્ટર ખુલશે
- કેન્સર અને અન્ય ગંભીર રોગોને લગતી 6 જીવનરક્ષક દવાઓ સસ્તી થશે.આમાંથી કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે.
- સ્થાનિક ઉત્પાદન માટે 36 દવાઓમાંથી મૂળભૂત કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે.
- MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવ્યું, 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે.
- પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ બનાવવામાં આવશે.
- રાજ્યો ખાણકામ સૂચકાંક બનાવશે.
- આઈઆઈટી પટનાને ભંડોળ પૂરું પાડવામાં આવશે.
- MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવ્યું, 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે.
- નાના ઉદ્યોગપતિઓને 5 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.
- આઈઆઈટીમાં 6500 બેઠકો વધારવામાં આવશે જેથી વધુ યુવાનોને તકો મળે.
- ભારતમાં રમકડાંનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં આવશે. આ માટે એક સ્ટાર્ટઅપ પોલિસી લાવવામાં આવશે.
- આગામી 5 વર્ષમાં 75000 મેડિકલ સીટો વધારવામાં આવશે. જેથી વધુ યુવાનોને આરોગ્ય ક્ષેત્રમાં લાવી શકાય.
- મજૂરો માટે ઈ-શ્રમ પોર્ટલ બનાવવામાં આવશે.
- બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવશે.
- દેશભરમાં IIT સંસ્થાઓની સંખ્યા વધારવામાં આવશે.
- ખાનગી ક્ષેત્રના સંશોધન અને વિકાસમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે.
- પટના એરપોર્ટની સુવિધાઓ અને કનેક્ટિવિટી વધારવામાં આવશે.
- મખાનાના ખેડૂતો માટે બજેટમાં જાહેરાત, મખાના બોર્ડની રચના કરવામાં આવશે.
- આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ ધન-ધન્ય કૃષિ યોજના ચલાવશે. આ યોજના 10 જિલ્લાઓમાં
- ચલાવવામાં આવશે.આ યોજના ઓછી ઉપજ ધરાવતા વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે.