હેડલાઈન :
- હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા
- કુલ્લુના પહાડી જિલ્લામાં ભૂકંપના હળવા આંચકાથી ધરતી ધ્રુજી
- ભૂકંપનું કેન્દ્રબિંદુ કુલ્લુમાં તો તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ
- ભૂકંપના આંચકાથી જાનમાલનું કોઈ નુકસાન થયાના અહેવાલ નહી
- હિમાચલ પ્રદેશમાં ભૂકંપના સતત આંચકાઓથી લોકોમાં ભય ફેલાયો
- હિમાચલ પ્રદેશનો ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન 4-5 માં સમાવેશ
હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડી વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સોમવારે સવારે કુલ્લુના પહાડી જિલ્લામાં ભૂકંપના હળવા આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી.
આ ભૂકંપ સવારે 6:50 વાગ્યે થોડીક સેકન્ડ સુધી અનુભવાયા હતા.કુલ્લુ જિલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી.હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર,ભૂકંપનું કેન્દ્ર કુલ્લુમાં 31.76 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 77.49 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું અને તેની ઊંડાઈ જમીનની સપાટીથી પાંચ કિલોમીટર નીચે નોંધાઈ હતી.ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.
હવામાન કેન્દ્ર શિમલાના અનુસાર,ભૂકંપનું કેન્દ્ર કુલ્લુમાં 31.76 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 77.49 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું અને તેની ઊંડાઈ જમીનની સપાટીથી પાંચ કિલોમીટર નીચે નોંધાઈ હતી.ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કુલ્લુ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં કોઈ નુકસાન થયું નથી.
આ પહેલા કુલ્લુ જિલ્લાને અડીને આવેલા મંડી,લાહૌલ સ્પીતિ અને કિન્નૌર જિલ્લામાં ઘણી વખત ઓછી તીવ્રતાના ભૂકંપ આવ્યા છે. જોકે,આ સમયગાળા દરમિયાન કોઈ નુકસાન થયું નથી.હિમાચલ પ્રદેશમાં સતત ભૂકંપના આંચકાઓથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભૂકંપ આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન 4 અને 5 માં સમાવવામાં આવેલ છે; ઘણા વર્ષોથી અહીં ભૂકંપના હળવા આંચકા અનુભવાય છે.1905 માં કાંગરા અને ચંબા જિલ્લામાં એક વિનાશક ભૂકંપ આવ્યો હતો જેમાં 10 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
હવામાન કેન્દ્ર શિમલા દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ,રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપની પ્રવૃત્તિને કારણે આજથી હવામાનમાં ફેરફાર થશે.ખાસ કરીને આગામી બે દિવસમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.આગામી 24 કલાકમાં એટલે કે 4 ફેબ્રુઆરીએ,કિન્નૌર અને લાહૌલ સ્પીતિ સિવાયના તમામ 10 જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. 6 થી 9 ફેબ્રુઆરી સુધી હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર