હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે આજે છેલ્લો દિવસ
- પ્રચારના અંતિમ દિવસે અમિત શાહે જાહેરસભા સંબોધી
- ગૃહમંત્રી અમિત શાહે જંગપુરામા ચૂંટણી સભા સંબોધી
- PM મોદીએ 10 વર્ષમાં દેશમાંથી આતંકવાદને ખતમ કર્યો : શાહ
- AAP અને કેજરીવાલે દિલ્હી જનતાને ઝેરી પાણી આપ્યુ : શાહ
- PM મોદીની ગેરંટી એટલે પથ્થર પર દોરેલી રેખા : અમિત શાહ
દિલ્હી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જંગપુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી.અમિત શાહે ગર્જના કરતા કહ્યું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીની સરકારને ઉખાડી ફેંકવાના છે.
#WATCH दिल्ली: गृह मंत्री अमित शाह ने जंगपुरा विधानसभा क्षेत्र में एक जनसभा को संबोधित करते हुए कहा, "अरविंद केजरीवाल ने कहा था कि मैं यमुना जी के पानी में डुबकी लगाऊंगा। उन्होंने तो डुबकी नहीं लगाई… उन्होंने यमुना को स्वच्छ नहीं किया लेकिन आप भाजपा की सरकार बना दीजिए 3 सालों… pic.twitter.com/6vIzH1k1HN
— ANI_HindiNews (@AHindinews) February 3, 2025
આપ અને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા અમિત શાહે પૂછ્યું કે 10 વર્ષ સુધી આટલા બધા વચનો આપ્યા પછી કેજરીવાલ અને તેમના સાથીઓએ દિલ્હીને શું આપ્યું? ભ્રષ્ટાચાર આપ્યો,કચરો આપ્યો,ઝેરી પાણી આપ્યું,તુષ્ટિકરણ આપ્યું.તેમણે સ્પષ્ટપણે કહ્યું કે AAP અને કેજરીવાલે દિલ્હી સાથે દગો કર્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2014 માં ભાજપે વચન આપ્યું હતું કે અમે આ દેશમાંથી આતંકવાદનો અંત લાવીશું. પ્રધાનમંત્રી મોદીએ 10 વર્ષમાં આ દેશમાંથી આતંકવાદને ખતમ કરવાનું કામ કર્યું છે.
અમિત શાહે જંગપુરાથી આપના ઉમેદવાર અને આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા પર નિશાન સાધતા કહ્યું કે આખા દેશમાં એક જ શિક્ષણ મંત્રી છે જે દારૂ કૌભાંડ કેસમાં જેલમાં ગયો છે.શિક્ષણ મંત્રીનું કામ બાળકોને શિક્ષણ પૂરું પાડવાનું,શાળાઓ બનાવવાનું,શિક્ષકોના કલ્યાણની ખાતરી કરવાનું અને નવી કોલેજો બનાવવાનું છે. મનીષ સિસોદિયા આ બધું કર્યું નહીં,પરંતુ દિલ્હીના દરેક રસ્તા પર દારૂની દુકાનો ખોલી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે જે કહે છે તે કરે છે.મોદીની ગેરંટી એટલે પથ્થર પર દોરેલી રેખા.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2014 માં ભાજપે વચન આપ્યું હતું કે અમે આ દેશમાંથી આતંકવાદનો અંત લાવીશું. પ્રધાનમંત્રી મોદીએ 10 વર્ષમાં આ દેશમાંથી આતંકવાદને ખતમ કરવાનું કામ કર્યું છે.31 માર્ચ,2026 સુધીમાં,આપણે આ દેશમાંથી નક્સલવાદને પણ નાબૂદ કરીશું.તેમણે કહ્યું કે ભાજપે વચન આપ્યું હતું કે અમે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીશું.કેજરીવાલજી,રાહુલ બાબા,અખિલેશ, મમતાજી બધાએ વિરોધ કર્યો અને કહ્યું કે જો કલમ 370 દૂર કરવામાં આવશે તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે.
શાહે કહ્યું કે મોદીજીએ 5 ઓગસ્ટ,2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 કાયમ માટે નાબૂદ કરી દીધી.લોહીની નદીઓ તો ભૂલી જાઓ, કોઈમાં પથ્થર ફેંકવાની હિંમત પણ નહોતી.તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી વચન આપ્યું હતું કે અમે યમુનાજીનું પાણી સાફ કરીશું.કેજરીવાલજી તમે યમુના નદી સાફ નથી કરી,પણ આજે હું કહી રહ્યો છું કે જો તમે દિલ્હીમાં ભાજપની સરકાર બનાવશો,તો અમે ત્રણ વર્ષમાં યમુના રિવર ફ્રન્ટ બનાવવાનું કામ કરીશું.