હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે
- PM મોદી કાલે 5 ફેબ્રુઆરીએે પ્રયાગરાજની લેશે મુલાકાત
- વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે સંગમમાં લગાવશે પવિત્ર ડૂબકી
- સંગમ ખાતે PM મોદી માટે 11 થી 11:30 નો સમય રિઝર્વ રખાયો
- વડાપ્રધાન મોદી 11:45 વાગ્યે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 5 ફેબ્રુઆરીએ પવિત્ર શહેર પ્રયાગરાજની મુલાકાત લેશે અને દિવ્ય અને ભવ્ય મહાકુંભમાં ભાગ લેશે.પીએમ મોદી સવારે 11 વાગ્યે સંગમ ઘાટ પર પવિત્ર સ્નાન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે.ત્યારબાદ પ્રયાગરાજ એરપોર્ટથી તેઓ DPS હેલિપેડ પહોંચશે,અહીંથી તેઓ સવારે 10.45 વાગ્યે અરિયલ ઘાટ જશે.પીએમ મોદી અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે.સવારે 11 વાગ્યે પીએમ મોદી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.પવિત્ર સ્નાન કરશે.મહાકુંભ મેળામાં 11 થી 11: 30 સુધીનો સમય પ્રધાનમંત્રી માટે અનામત રાખવામાં આવ્યો છે.
પવિત્ર સ્નાન પછી, વડાપ્રધાન મોદી 11:45 વાગ્યે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે.અહીંથી તેઓ DPS હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે.પીએમ મોદી બપોરે 12:30 વાગ્યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે.