હેડલાઈન :
- અયોધ્યામાં રામલલ્લાના દર્શન-આરતીનો સમય બદલાયો઼
- રામલલ્લાના દર્શનનો સમયગાળો વધારવામાં આવ્યો
- અયોધ્યા રામલલ્લા હવે ભક્તોને 16 કલાક દર્શન આપશે
- ઋતુ પરિવર્તન-ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખી નિર્ણય
- નવી વ્યવસ્થામાં મંગળા આરતી સવારે 4 વાગ્યે થશે
- NRI કાઉન્ટર પરપાસપોર્ટ સીધો રજૂ કરી પાસ મેળવી શકે
ઋતુ પરિવર્તન અને ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને,અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાના દર્શન માટેનું સમયપત્રક બદલવામાં આવ્યું છે.શ્રી રામલલ્લાના દર્શનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. મંગળવારે,ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ નવું સમયપત્રક બહાર પાડ્યું છે.
નવી વ્યવસ્થામાં મંગળા આરતી સવારે 4 વાગ્યે થશે.મંગળા આરતી પછી મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ રહેશે.સવારે 6:૦૦ વાગ્યે શ્રૃંગાર આરતી આ આરતી સાથે રામલલા મંદિર સામાન્ય ભક્તો માટે ખુલશે.રાજભોગ બપોરે 12:૦૦ વાગ્યે.આ સમયે,ભગવાનને પ્રસાદ ચઢાવવામાં આવશે,પરંતુ આ સમય દરમિયાન પણ,ભક્તો રામલલાના દર્શન કરી શકશે.
ઉપરાંત દર્શન માટે પ્રવેશ બિરલા ધર્મશાળાની સામેના મુખ્ય દ્વારથી શરૂ થશે,જે રાત્રે 9 વાગ્યા સુધી અવિરત ચાલુ રહેશે. સાંજે 7 વાગ્યે આરતી થશે અને દરવાજા પંદર મિનિટ માટે બંધ રહેશે. રાત્રે 10 વાગ્યે શયન આરતી થશે અને ત્યારબાદ બાકીના સમય માટે દરવાજા બંધ રહેશે.
– દર્શનના સમયમાં ફેરફાર
પહેલા ભક્તો માટે દરવાજા સવારે 7:00 વાગ્યે ખોલવામાં આવતા હતા,પરંતુ હવે આ સમય બદલીને સવારે 6:00 વાગ્યે કરવામાં આવ્યો છે.પહેલા શયન આરતી રાત્રે 9:30 વાગ્યે થતી હતી,જે હવે બદલીને રાત્રે 10 :00 વાગ્યે કરવામાં આવી છે.હવે ભક્તો સવારે 1 કલાક વધુ અને સાંજે 30 મિનિટ વધુ દર્શન કરી શકશે.
ટ્રસ્ટી ડૉ.મિશ્રાએ જણાવ્યું હતું કે હવે કોઈપણ NRI કાઉન્ટર પર પોતાનો પાસપોર્ટ સીધો રજૂ કરીને પાસ મેળવી શકે છે.ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દર્શનનો સમયગાળો લંબાવવાનો નિર્ણય લીધો છે જેથી મહત્તમ સંખ્યામાં ભક્તો સરળતાથી દર્શન કરી શકે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર