હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયુ
- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 60.46 ટકા મતદાન
- આગામી 8 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતગણતરી
- મતદાન બાદ દિલ્હીને લઈ એક્ઝિટ પોલના અનુમાન
- મોટા ભાગના અનુમાન અનુસાર દિલ્હીમાં AAPને ઝટકો
- દિલ્હીમાં ફરી એકવાર ભાજપની સરકાર આવે તેવા અનુમાન
- એક્ઝિટ પોલ અનુસાર દિલ્હીમાં ફરીવાર કોંગ્રેસ ખાલી હાથ
- એક્ઝિટ પોલ સાચા પડે તો દિલ્હીમાં 26 વર્ષ બાદ ભાજપ સરકાર
આ વખતે દિલ્હીમાં AAP ને મોટો ઝટકો લાગ્યો છે! કોંગ્રેસ ફરી ખાલી હાથે જ રહી શકે છે તો એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવતી દેખાય છે.
એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે લીડ મેળવતી જોવા મળી રહી છે.મોટાભાગના મતદાન પછીના સર્વેક્ષણો સૂચવે છે કે ભાજપ દિલ્હીમાં 36 સભ્યોના બહુમતીનો આંકડો પાર કરશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.રાજધાનીના મતદારોએ 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કર્યું.હવે બધા 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામો જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.પરંતુ આ પહેલા, સૈના મનમાં એક પ્રશ્ન છે કે આ વખતે દિલ્હીમાં કોની સરકાર બનશે.આ અંગે ઘણા એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે.આ વખતે,આ એક્ઝિટ પોલમાં શાસક આમ આદમી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે.સર્વેક્ષણો દર્શાવે છે કે આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે.એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે લીડ મેળવતી જોવા મળી રહી છે.મોટાભાગના મતદાન પછીના સર્વેક્ષણો સૂચવે છે કે ભાજપ દિલ્હીમાં 36 સભ્યોના બહુમતીનો જાદુઈ આંકડો પાર કરશે.
એક્ઝિટ પોલ ચલાવતી વિવિધ સર્વે એજન્સીઓના ડેટા અનુસાર,ભારતીય જનતા પાર્ટી સરળતાથી 35 થી 40 બેઠકો જીતી શકે છે.મેટ્રિક્સ સર્વે મુજબ,ભારતીય જનતા પાર્ટીને 35 થી 40 બેઠકો,આમ આદમી પાર્ટીને 32 થી 37 બેઠકો અને કોંગ્રેસને 0 અથવા 1 બેઠક મળી શકે છે.
પીપલ્સ ઇનસાઇડ મુજબ,ભાજપને 40 થી 44 બેઠકો,આમ આદમી પાર્ટીને 25 થી 29 બેઠકો અને કોંગ્રેસને 0 થી 1 બેઠકો મળી શકે છે.પીપલ્સ પલ્સ મુજબ, ભાજપને 51 થી 60 બેઠકો મળી શકે છે,આમ આદમી પાર્ટીને 10 થી 19 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલવાની અપેક્ષા રાખતી નથી.JVC પોલ્સ અનુસાર, ભાજપ 39 થી 45 બેઠકો જીતી શકે છે,આમ આદમી પાર્ટી 22 થી 31 બેઠકો જીતી શકે છે અને કોંગ્રેસ 0 થી 2 બેઠકો જીતી શકે છે.
રિપબ્લિક ભારત મુજબ,ભાજપને 35 થી 40 બેઠકો,આમ આદમી પાર્ટીને 32 થી 37 બેઠકો અને કોંગ્રેસને 0 થી 1 બેઠકો મળી શકે છે.રિપબ્લિક ટીવી-પી માર્ક મુજબ,ભાજપને 39 થી 49 બેઠકો,આમ આદમી પાર્ટીને 21 થી 31 બેઠકો અને કોંગ્રેસને 0 થી 1 બેઠકો મળી શકે છે. ચાણક્ય રણનીતિ મુજબ, ભાજપને 39 થી 44 બેઠકો, આમ આદમી પાર્ટીને 25 થી 28 બેઠકો અને કોંગ્રેસને 2 થી 3 બેઠકો મળી શકે છે.જો આપણે બધા એક્ઝિટ પોલના આંકડા એકત્ર કરીએ તો ભાજપને 42 બેઠકો,આમ આદમી પાર્ટીને 27 અને કોંગ્રેસને 1 બેઠક મળી શકે છે.
જો એક્ઝિટ પોલ સાચા સાબિત થાય તો દિલ્હીમાં ભાજપનો 26 વર્ષ પછી વનવાસ સમાપ્ત થશે.તમને જણાવી દઈએ કે 1993 થી 1998 સુધી દિલ્હીમાં ભાજપ સત્તામાં હતું.ત્યારથી ભાજપ રાજધાનીમાં સત્તાથી દૂર છે.આ ચૂંટણીમાં ત્રણેય રાષ્ટ્રીય પક્ષોએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.કોંગ્રેસ પણ પોતાનો ખોવાયેલો આધાર પાછો મેળવવા માટે પૂરા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી.તે જ સમયે,આમ આદમી પાર્ટીએ સત્તાની હેટ્રિક હાંસલ કરવા માટે ચૂંટણીમાં ખૂબ જ મહેનત કરી. તે જ સમયે,બસપા અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ ઘણી બેઠકો પર સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.
દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવતી દર્શાવતા ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું,“હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું,દિલ્હીના લોકોએ આજે દિલ્હીમાં ભાજપને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે. ‘આપદા’ જઈ રહી છે અને ભાજપ આવી રહી છે.તેમણે કહ્યું કે,જો કોઈ નકલી મતદાનમાં સંડોવાય છે,તો તેને પકડી લેવામાં આવશે.અમે પહેલા દિવસથી જ આ કહી રહ્યા છીએ અને તે સારું છે કે તેઓ પકડાઈ ગયા.દિલ્હીના લોકો ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ઇચ્છે છે અને વિકાસ ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે 2020 માં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો,ભાજપને 8 બેઠકો અને કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી.તે સમયે દિલ્હી સંબંધિત મોટાભાગના સર્વે આમ આદમી પાર્ટીને સ્પષ્ટ અને વિશાળ બહુમતી ધરાવતી પાર્ટી બતાવી રહ્યા હતા.