હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ચાર દિવસના વિદેશ પ્રવાસે
- વડાપ્રધાન મોદી 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન વિદેશ પ્રવાસે
- PM મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ માટે આજે રવાના થશે
- PM મોદી અને ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે મુલાકાત
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આંતરરાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
- PM નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાના સત્તાવાર પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 ફેબ્રુઆરીથી લઈ 13 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને અમેરિકાના ચાર દિવસના પ્રવાસે રવાના થશે.વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફ્રાન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પર આંતરરાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.
ફ્રાન્સમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમને પણ સંબોધિત કરશે, એમ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ ઉપરાંત,વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોના ફોર્મેટ પર પણ ચર્ચા કરવામાં આવશે.
બંને નેતાઓ પેરિસની બહાર માર્સેલ્સમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે.12 ફેબ્રુઆરીની સવારે બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.
વિક્રમ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાના સત્તાવાર પ્રવાસે જશે.મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નવા વહીવટીતંત્રે કાર્યભાર સંભાળ્યાના ત્રણ અઠવાડિયા પછી જ વડાપ્રધાન મોદીને અમેરિકાની મુલાકાત માટે આમંત્રણ આપવું એ ભારત-અમેરિકા ભાગીદારીના મહત્વને પ્રતિબિંબિત કરે છે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર