હેડલાઈન :
- દિલ્હીના નવ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ અટકળો દોર
- PM મોદીની વિદેશ યાત્ર પૂર્ણ થતા જ CM ના નામની ચર્ચા
- વિધાનસભા ચૂંટણી 2025માં ભાજપનો 48 બેઠકો પર વિજય
- ભાજપ વિધાનસભા પક્ષની બેઠક 17-18 ફેબ્રુઆરીના રોજ યોજાશે
- રેખા ગુપ્તા,ખા રાય,મોહન સિંહ બિષ્ટનુ નામ CM પદ માટે મોખરે
- સતીશ ઉપાધ્યાય,પ્રવેશ વર્મા,વિજેન્દ્ર ગુપ્તા,પવન શર્માના પણ નામ
ગત 8 ફેબ્રુઆરીએ ભાજપે દિલ્હીમાં 48 બેઠકો જીતીને કમળનું ફૂલ ખીલાવ્યું છે. જો કે તેના એક અઠવાડિયા પછી પણ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થયો નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ-અમેરિકા પ્રવાસથી પાછા ફર્યા બાદ,નવી સરકારની રચનાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી હોય તેવું લાગે છે.ફક્ત વડાપ્રધાન મોદી જ મુખ્યમંત્રી પદના ઉમેદવારને અંતિમ સ્વરૂપ આપશે.એવું પણ માનવામાં આવે છે કે શપથ ગ્રહણ સમારોહ 19-20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં થઈ શકે છે.આવી સ્થિતિમાં ભાજપને આશા છે કે તેને 5 દિવસમાં નવા મુખ્યમંત્રી મળી જશે.
દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે શાલીમાર બાગ બેઠક પરથી પહેલી વાર જીત મેળવનાર ધારાસભ્ય રેખા ગુપ્તાનું નામ પણ ચર્ચામાં છે.રેખા ગુપ્તાએ પહેલી વાર ચૂંટણી લડી અને જીતી.તમને જણાવી દઈએ કે,રેખા ગુપ્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિમાંથી છે.
ગ્રેટર કૈલાશના ભાજપ ધારાસભ્ય શિખા રાયનું નામ દિલ્હીના મુખ્યમંત્રીની યાદીમાં સામેલ છે.આ વખતે શિખા રાયે આમ આદમી પાર્ટીના નેતા અને કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજને હરાવ્યા છે.
મુસ્તફાબાદ બેઠક પરથી ભાજપના નેતા અને ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટ જીત્યા છે.મોહન સિંહ બિષ્ટ કુલ 6 વખત ધારાસભ્ય બન્યા છે.મોહન સિંહ મૂળ ઉત્તરાખંડના રહેવાસી છે.તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન RSS માં જોડાયા હતા.
ભાજપના નેતા સતીશ ઉપાધ્યાય બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે.તેઓ એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.તેમણે દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સંભાળી છે.
આ વખતે, ભાજપના નેતા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવીને હેડલાઇન્સમાં આવ્યા છે. પ્રવેશ વર્માએ નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલને હરાવ્યા છે.પ્રવેશ વર્મા બે વાર ધારાસભ્ય અને બે વાર સાંસદ રહી ચૂક્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી બનવાની રેસમાં વિજેન્દ્ર ગુપ્તાનું નામ પણ સામેલ છે.વિજેન્દ્ર ગુપ્તા ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક છે.તેઓ ત્રણ વખત ધારાસભ્ય અને દિલ્હી ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
આ ઉપરાંત ઉત્તમ નગરથી પહેલીવાર ધારાસભ્ય બનેલા પવન શર્માનું નામ પણ ચર્ચામાં છે.મુખ્યમંત્રી પદ માટે નવા ચૂંટાયેલા આશિષ સૂદનું નામ પણ સામે આવી રહ્યું છે.