હેડલાઈન :
- દિલ્હી ભાજપ ધારાસભ્યદળની બેઠક 19 ફેબ્રુઆરીએ મળી શકે
- ધારાસભ્યદળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે નામ નક્કી થશે
- 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાન ખાતે યોજાઈ શકે શપથ સમારોહ
- વિશાળ શપથ ગ્રહણ સમારોહને લઈ ચાલતી તડામાર તૈયારીઓ
- શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે
- ભાજપ અને NDA ના મહત્વના નેતાઓ પણ રહેશે ઉપસ્થિત
- કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો તેસજ સાધુ સંતો રહેશે હાજર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ ભારતીય જનતા પાર્ટી હવે મુખ્યમંત્રી પદ માટે અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે.અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક સોમવાર 17 ફેબ્રુઆરીના રોજ યોજાશે,જેમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.પરંતુ હવે આ બેઠક બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે અને આ બેઠક હવે 19 ફેબ્રુઆરીના રોજ યોજાશે.આ બેઠકમાં, ભાજપના ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે,જે દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
માનવામાં આવી રહ્યુ છે કે 19 ફેબ્રુઆરીએ જે મુખ્યમંત્રી તરીકે જાહેર થાય તેઓ 20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ કરશે. મળતી માહિતી મુજબ દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ પહેલા 19 ફેબ્રુઆરીએ યોજાવાનો હતો પરંતુ તે પણ એક દિવસ મુલતવી રાખીને 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં યોજાશે.
આ સમારોહનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના ટોચના નેતાઓ,કેન્દ્રીય મંત્રીઓ,,NDA નેતાઓ,ઉદ્યોગપતિઓ અને વિદેશી રાજદ્વારીઓ હાજરી આપશે.આ મારોહમાં દિલ્હીના 12,000 થી 16,000 રહેવાસીઓ અને વિવિધ દેશોના સંતો અને ઋષિઓ હાજરી આપશે એવો અંદાજ છે.આ શપથ ગ્રહણ સમારોહની વ્યવસ્થા ભાજપના મહાસચિવો વિનોદ તાવડે અને તરુણ ચુઘને સોંપવામાં આવી છે, જેઓ કાર્યક્રમને વ્યવસ્થિત અને પ્રભાવશાળી બનાવવાની જવાબદારી સંભાળશે.
– મુખ્યમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર
પરવેશ વર્મા:
નવી દિલ્હી બેઠકના ધારાસભ્ય પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડાઈમાં જંગી જીત નોંધાવી. તેમની જીતે તેમને મુખ્યમંત્રી પદ માટે એક મજબૂત ઉમેદવાર તરીકે સ્થાપિત કર્યા છે. તેમને ભાજપમાં એક પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે.
વિજેન્દ્ર ગુપ્તા:
દિલ્હી ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તા પણ મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદારોમાં સામેલ છે. પાર્ટીમાં તેમની લાંબી સેવા અને અનુભવ તેમને આ પદ માટે લાયક ઉમેદવાર બનાવે છે.
સતીશ ઉપાધ્યાય:
સતીશ ઉપાધ્યાય, જે દિલ્હી ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ છે અને દિલ્હી યુવા પાંખના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તેમના નામની પણ ચર્ચા થઈ રહી છે. તેઓ દિલ્હીમાં ભાજપ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રહ્યા છે અને પાર્ટીમાં તેમને એક મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
આશિષ સૂદ:
આશિષ સૂદને દિલ્હીમાં ભાજપનો પંજાબી ચહેરો માનવામાં આવે છે. તેઓ પાર્ટીમાં એક નવા અને ગતિશીલ નેતા તરીકે ઉભરી આવ્યા છે જેમની પાર્ટી કાર્યકરો અને પંજાબી સમુદાયમાં ખાસ ઓળખ છે.
જીતેન્દ્ર મહાજન:
મુખ્યમંત્રી પદના સંભવિત ઉમેદવારોમાં જીતેન્દ્ર મહાજન પણ સામેલ છે. તેમણે પક્ષ માટે ઘણું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, અને તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતા તેમને પક્ષમાં એક મહત્વપૂર્ણ નેતા બનાવે છે.
રેખા ગુપ્તા:
જો પાર્ટી કોઈ મહિલાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લે છે, તો રેખા ગુપ્તાનું નામ પણ ચર્ચામાં છે. તે દિલ્હીના ભૂતપૂર્વ મેયર છે અને પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. રેખા ગુપ્તાનું નામ મહિલા નેતા તરીકે ઉભરી રહ્યું છે
દિલ્હી વિધાનસભાની 70 માંથી 48 બેઠકો જીતીને ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા હતી.જેમાં AAPને માત્ર 22 બેઠકો મળી હતી.આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ન હતું.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,મનીષ સિસોદિયા,સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન જેવા મુખ્ય નેતાઓ હારી ગયા જે પાર્ટી માટે મોટો ફટકો હતો.