હેડલાઈન :
- યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા સામેના કેસનો મામલો
- ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં મહેમાન ભૂમિકા દરમિયાન અયોગ્ય ટિપ્પણ મામલો
- સુપ્રીમ કોર્ટે યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને લગાવી ફટકાર
- સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાને ધરપકડથી શરત સાથે આપી રાહત
- દેશભરમાં નોંધાયેલી અનેક FIR ના સંદર્ભમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યુ
- પાસપોર્ટ પોલીસને સોંપવા કહ્યું,કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં
સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં માતા-પિતા વિશે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ પ્રખ્યાત ભારતીય યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.આ મામલામાં તેમની વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે.આ બધા કેસ રદ કરાવવા માટે રણવીરે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આજે 18 ફેબ્રુઆરીને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ વિવાદાસ્પદ મામલા પર સુનાવણી થઈ.જે દરમિયાન રણવીરને કોર્ટે સખત ઠપકો આપ્યો હતો.
सर्वोच्च न्यायालय ने उन्हें जांच में पूर्ण सहयोग देने की शर्त पर अंतरिम संरक्षण प्रदान किया है। https://t.co/W2TNBMPD9Y
— ANI_HindiNews (@AHindinews) February 18, 2025
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટને બંધ કરવાનો અને રણવીરનો પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે કહ્યું કે તેના એટલે કે રણવીર અલ્લાહબાદિયા મનમાં ગંદકી છે.આપણે આવા વ્યક્તિનો કેસ શા માટે સાંભળવો જોઈએ? કોર્ટે એમ પણ કહ્યું કે લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે તમે કંઈપણ કહી શકો.તમારા નિવેદનથી લોકોના માતા-પિતાનું અપમાન થયું છે.કોર્ટે વધુમાં કહ્યું,”જે વિકૃત માનસિકતા દર્શાવવામાં આવી છે તેનાથી સમગ્ર સમાજ શરમ અનુભવશે.”
सुप्रीम कोर्ट ने यूट्यूबर और पॉडकास्टर रणवीर अल्लाहबादिया को इंडियाज गॉट लेटेंट शो में अतिथि भूमिका के दौरान उनकी अनुचित टिप्पणियों को लेकर देश भर में उनके खिलाफ दर्ज़ कई FIR के संबंध में गिरफ्तारी से अंतरिम सुरक्षा प्रदान की है। pic.twitter.com/dPcdhTMikA
— ANI_HindiNews (@AHindinews) February 18, 2025
ઠપકો આપ્યા પછી,કોર્ટે રણવીરને કેટલીક શરતો પર ધરપકડથી વચગાળાનું રક્ષણ પૂરું પાડ્યું છે.ઉપરાંત સુપ્રીમ કોર્ટે રણવીરની અરજી પર નોટિસ જારી કરી છે.અને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ રણવીરને પૂછપરછ માટે બોલાવવામાં આવશે,ત્યારે તેણે તપાસમાં જોડાવું પડશે.રણવીરને રાહત આપતા કોર્ટે કહ્યું કે હવે આ આરોપો પર તેની સામે કોઈ FIR દાખલ કરી શકાશે નહીં.કોર્ટે રણવીરને પોતાનો પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે જેથી તે વિદેશ ન જઈ શકે.કોર્ટની પરવાનગી વિના રણવીરને વિદેશ જવાની મંજૂરી નથી.