હેડલાઈન :
- દિલ્હીમાં ભાજપની નવી સરકારની રચના બાદ એક્શનમાં
- દિલ્હીના ભાજપ સરકાર વિધાનસભામાં રજૂ કરશે CAG રિપોર્ટ
- મંગળવારે દિલ્હી સરકાર ગૃહમાં 14 પેન્ડિંગ CAG રિપોર્ટ રજૂ કરશે
- આ રિપોર્ટ AAP સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન રજૂ કર્યો ન હતો
- દિલ્હી વિધાનસભામાં CAG રજૂ થશે તો AAP ની મુશ્કેલીમાં વધી શકે
દિલ્હીમાં ભાજપની નવી સરકારની રચના બાદ વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. વિધાનસભાના સૂત્રો અનુસાર મંગળવારે ગૃહમાં 14 પેન્ડિંગ CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
આ એ જ CAG રિપોર્ટ છે જે આમ આદમી પાર્ટીની સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન રજૂ કર્યો ન હતો.માનવામાં આવી રહ્યું છે કે આ CAG રિપોર્ટમાં AAP સરકાર દરમિયાન દારૂ નીતિને કારણે થયેલા નુકસાન અને CM નિવાસસ્થાનના તપાસ રિપોર્ટનો સમાવેશ થાય છે.CAG રિપોર્ટ રજૂ થયા બાદ આમ આદમી પાર્ટી અને કેજરીવાલની મુશ્કેલીઓ વધવાની ધારણા છે.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ સત્રમાં પહેલા દિવસે ગાંધી નગરના ધારાસભ્ય અરવિંદર સિંહ લવલી, જેમને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે તેઓ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે.અને તેઓ વિધાનસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પણ પસંદગી કરીશે.આ પછી પ્રોટેમ સ્પીકરનું પદ સમાપ્ત થશે.
નોંધનિય છે કે ભાજપે સ્પીકર પદ માટે વિજેન્દ્ર ગુપ્તા અને ડેપ્યુટી સ્પીકર પદ માટે મોહન સિંહ બિષ્ટનું નામ પ્રસ્તાવિત કર્યું છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી રેલીમાં વચન આપ્યું હતું કે સરકાર બનતાની સાથે જ પહેલા સત્રમાં CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ હવે CAG રિપોર્ટ ટૂંક સમયમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનિય બાબત એ પણ છે કે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શપથ લીધા બાદ સાંજે જ કેબિનેટની બેઠક લીધી હતી.તેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે AAP સરકારના પેન્ડીંગ 14 CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરશે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યુ હતુ કે આ રિપોર્ટ જાહેર કરીને લોકોને આમ આદમી પાર્ટીની ભ્રષ્ટ નીતિનો પર્દાફાશ કરશે.