હેડલાઈન :
- કેન્દ્રીય કેબિનેટ દ્વારા વકફ સુધારા બિલને મંજૂરી અપાઈ
- ગુરુવારે મોદી કેબિનેટની બેઠકમાં વકફ સુધારા બિલને મંજૂરી મળી
- વકફ સુધારા બિલને સંસદમાં લાવવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ
- વકફ સુધારા બિલ બજેટ સત્રના બીજા ભાગમાં ગૃહમાં લાવવામાં આવી શકે
- બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે
ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વકફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે.આ પછી,આ બિલને સંસદમાં લાવવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ બિલ બજેટ સત્રના બીજા ભાગમાં ગૃહમાં લાવવામાં આવી શકે છે.નોંધનિય છે કે બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.
આ પહેલા 13 ફેબ્રુઆરીએ,JPC સમિતિએ સંસદમાં વક્ફ બિલ પર પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.આ અહેવાલના આધારે વકફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.હવે કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી દીધી છે.સરકારનું આગામી લક્ષ્ય તેને સંસદમાંથી પસાર કરાવવાનું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષી સાંસદો દ્વારા સૂચવવામાં આવેલા તમામ સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા છે,જ્યારે શાસક પક્ષના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે.કેન્દ્રીય મંત્રીમંડળે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JPC દ્વારા કરવામાં આવેલા 14 ફેરફારોને સ્વીકાર્યા છે.તાજેતરમાં, વિપક્ષે JPC રિપોર્ટ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમના મંતવ્યો તેમાં સામેલ કરવામાં આવ્યા નથી.
– સંસદના બજેટ સત્રમાં JPC રિપોર્ટ રજૂ કરાયો
લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ઓગસ્ટ 2024માં લોકસભામાં વક્ફ બિલ રજૂ કર્યું હતું, જે રજૂ થયા બાદ JPCને મોકલવામાં આવ્યું હતું. જેપીસીમાં ભાજપ અને તેના સાથી પક્ષોના 16 સાંસદો હતા, જ્યારે વિપક્ષના 10 સાંસદો હતા655 પાનાનો આ અહેવાલ ફેબ્રુઆરીની શરૂઆતમાં સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદો જગદંબિકા પાલ અને સંજય જયસ્વાલે લોકસભામાં JPC રિપોર્ટ રજૂ કર્યો હતો.તેમણે સંયુક્ત સમિતિ સમક્ષ આપવામાં આવેલા પુરાવાઓનો રેકોર્ડ પણ ગૃહના ટેબલ પર મૂક્યો.મેધા કુલકર્ણીએ રાજ્યસભામાં JPC રિપોર્ટ રજૂ કર્યો.
સંસદીય પેનલે બહુમતીથી રિપોર્ટ સ્વીકાર્યો, ભલે પેનલમાં રહેલા વિપક્ષી પક્ષોના તમામ 11 સાંસદોએ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો.તેમણે અસંમતિ નોંધો પણ રજૂ કરી હતી.જ્યારે જેપીસી રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ઘણો હોબાળો થયો હતો.વિપક્ષી સભ્યોએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા.ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે રિપોર્ટમાં વિપક્ષની અસંમતિ નોંધ રાખવા સામે કોઈ વાંધો નથી.
– વકફ- વકફ બિલના અમલીકરણથી શું બદલાશે ?
આ બિલમાં કોઈ પણ વકફ મિલકતની નોંધણી જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરજિયાત બનાવવાની દરખાસ્ત છે જેથી મિલકતનું મૂલ્યાંકન કરી શકાય. તેમાં એમ પણ જણાવાયું છે કે ‘આ કાયદાની શરૂઆત પહેલાં કે પછી વકફ મિલકત તરીકે ઓળખાયેલી અથવા જાહેર કરાયેલી કોઈપણ સરકારી મિલકતને વકફ મિલકત ગણવામાં આવશે નહીં’.મિલકત વકફ મિલકત છે કે સરકારી જમીન છે તે નક્કી કરવા માટે જિલ્લા કલેક્ટર મધ્યસ્થી હશે અને આ નિર્ણય અંતિમ રહેશે.એકવાર નિર્ણય લેવામાં આવે પછી કલેક્ટર મહેસૂલ રેકોર્ડમાં જરૂરી ફેરફારો કરી શકે છે અને રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરી શકે છે.બિલમાં એમ પણ જણાવાયું છે કે જ્યાં સુધી કલેક્ટર રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત ન કરે ત્યાં સુધી આવી મિલકતને વકફ મિલકત તરીકે ગણવામાં આવશે નહીં.