હેડલાઈન :
- 11 ઓક્ટોબર 1916 ના રોજ રાજર્ષિ નાનાજી દેશમુખનો જન્મ
- ભવિષ્યમાં કશુંક કરવાની તમન્ના રાખતા યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત
- નાનાજી દેશમુખે મહાન વ્યક્તિત્વ તરીકે પોતાની ઓળખ બનાવી
- આરોગ્ય,શિક્ષણ અને ગ્રામીણ આત્મનિર્ભરતામાં નોંધપાત્ર યોગદાન
- નાનાજીએ જીવનભર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કામ કર્યું
- 27 ફેબ્રુઆરી 2010ના રોજ નાનાજી દેશમુખે દુનિયાને અલવિદા કહ્યું
નાનાજી દેશમુખે એક મહાન વ્યક્તિત્વ તરીકે પોતાની ઓળખ બનાવી છે જે ભવિષ્યમાં દેશ માટે કંઈક કરવા માંગતા લોકો માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.
27 ફેબ્રુઆરી 2010ના રોજ નાનાજીએ દુનિયાને અલવિદા કહ્યું.તેમણે આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ આત્મનિર્ભરતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું.આ જ કારણ છે કે તેમને મરણોત્તર આપણા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન,ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો આ મુજબ છે
1. નાનાજી દેશમુખનો જન્મ 11 ઓક્ટોબરન 1916 ના રોજ એક મરાઠી ભાષી પરિવારમાં થયો હતો.એક સામાન્ય પરિવારમાં જન્મેલા નાનાજીએ પોતાને શિક્ષિત કરવા માટે શાકભાજી વેચવાનું કામ પણ કર્યું.
2. તેમણે સીકરમાં પોતાનું હાઇસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું,જ્યાં રાવરાજાએ નાનાજીને શિષ્યવૃત્તિ પણ આપી.
3. આ પછી,નાનાજી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા.તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હતું.ગોલવલકરે તેમને આરએસએસના પ્રચારક બનાવ્યા હતા.
4. દેશમુખ એવા લોકોમાંના એક હતા જેમણે પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું. તેમણે આખી જિંદગી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કામ કર્યું.
5. નાનાજી પહેલી વાર દીનદયાળ ઉપાધ્યાયને આગ્રામાં મળ્યા, ત્યારબાદ તેમના જીવનમાં ઘણા મોટા ફેરફારો આવ્યા.
6. નાનાજી દેશમુખ ભારતીય જનસંઘના નેતા પણ રહી ચૂક્યા છે અને રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમણે એક મજબૂત નેતા તરીકે પોતાની ઓળખ બનાવી.
7. નાનાજી દેશમુખે પોતાના જીવનમાં સમાજ અને દેશની સેવા કરવા માટે સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલક પાસેથી પ્રેરણા લીધી. આ જ કારણ છે કે તેઓ હવે સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે.
8. નાનાજી દેશમુખનું 27 ફેબ્રુઆરી 2010ના રોજ 93 વર્ષની વયે અવસાન થયું.
9. નાનાજી દેશમુખને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન,ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
10. ભારત રત્ન ઉપરાંત, નાનાજી દેશમુખને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.