હેડલાઈન :
- ઉત્તર ભારત,નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા
- શુક્રવારે વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
- બિહાર,નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકાની અસર
- ભૂકંપને કારણે કોઈ નુકસાન કે જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલ નહી
- બિહારના પટના સહિત નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
હેલી સવારે બિહારની રાજધાની પટના સહિત નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી મુજબ તેની અસર બિહારના પટના,ભાગલપુર, સમસ્તીપુર અને દરભંગામાં રાત્રે લગભગ 2:30 વાગ્યે જોવા મળી હતી.તેનું કેન્દ્ર નેપાળમાં હોવાનું કહેવાય છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 જણાવવામાં આવી રહી છે.
नेपाल में आज 02:36 बजे रिक्टर स्केल पर 5.5 तीव्रता का भूकंप दर्ज़ किया गया।
(सोर्स – नेशनल सेंटर फॉर सीस्मोलॉजी) pic.twitter.com/bp6HdyzDul
— ANI_HindiNews (@AHindinews) February 27, 2025
ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળના સિંધુપાલચોક જિલ્લામાં હતું.નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્રે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર સિંધુપાલચોક જિલ્લાના ભૈરવકુંડમાં સ્થાનિક સમય મુજબ સવારે 2:51 વાગ્યે આવ્યું હતું.વહેલી સવારે આવેલા આ ભૂકંપને કારણે,નેપાળના ઘણા વિસ્તારોમાં,ખાસ કરીને પૂર્વી અને મધ્ય વિસ્તારોમાં,લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા.ભારત અને ચીનના તિબેટના સરહદી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપમાં ઈજા કે મોટા નુકસાનના તાત્કાલિક હાલ કોઈ નથી,પરંતુ સ્થાનિક અધિકારીઓ હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.નેપાળના વિનાશક ભૂકંપના ઇતિહાસને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ રહેવાસીઓને સંભવિત ભૂકંપ માટે સતર્ક રહેવાની સલાહ આપી છે.
નેપાળ સૌથી સક્રિય ટેક્ટોનિક ઝોન એચલે કે ભૂકંપીય ઝોન IV અને V માં સ્થિત છે,જે દેશને ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે.હનેપાળમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ભૂકંપ 2015 માં આવ્યો હતો,જ્યારે 7.8 ની તીવ્રતાના ભૂકંપમાં 9,000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 10 લાખથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું.
आज सुबह 05.14 बजे पाकिस्तान में रिक्टर स्केल पर 4.5 तीव्रता का भूकंप दर्ज़ किया गया।
(सोर्स – नेशनल सेंटर फॉर सीस्मोलॉजी) pic.twitter.com/47ylGBPigo
— ANI_HindiNews (@AHindinews) February 28, 2025
જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં પણ સવારે 5:14 વાગ્યે ભૂકંપ આવ્યો છે.તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી.આ ભૂકંપને મધ્યમ માનવામાં આવે છે.