હેડલાઈન :
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજથી આંતરરાષ્ટ્રીય સૂફી સંગીત મહોત્સવનો પ્રારંભ
- દિલ્હી સ્થિત સુંદર નર્સરી ખાતે ‘જહાં-એ-ખુસરાવ 2025’ સાંજે 7:30 વાગ્યે શરૂ થશ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7:30 વાગ્યે સૂફી સંગીત મહોત્સવમાં સહભાગી થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈવિધ્યસભર કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના સમર્થક
- મહોત્સવની શરૂઆત 2001માં ફિલ્મ નિર્માતા મુઝફ્ફર અલી દ્વારા કરવામાં આવી હતી
- આ વર્ષે મહોત્સવની 25મી વર્ષગાંઠ ઉજવશે.જે આવતે કાલે 2 માર્ચે સમાપ્ત થશે
ભવ્ય સૂફી સંગીત મહોત્સવ ‘જહાં-એ-ખુસરાવ 2025’ નવી દિલ્હીના સુંદર નર્સરી ખાતે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલયના પ્રકાશનમાં આ માહિતી આપવામાં આવી છે.
અમીર ખુસરોની યાદમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજથી આંતરરાષ્ટ્રીય સૂફી સંગીત મહોત્સવ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આ મહોત્સવમાં હાજરી આપશે.ભવ્ય સૂફી સંગીત મહોત્સવ ‘જહાં-એ-ખુસરાવ 2025’ નવી દિલ્હીના સુંદર નર્સરી ખાતે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલયના પ્રકાશનમાં આ માહિતી આપવામાં આવી છે.ભારતીય જનતા પાર્ટીએ પોતાના X હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનું ચિત્રાત્મક વર્ણન પણ શેર કર્યું છે.
વડાપ્રધાન મોદી આજે સાંજે 7:30 વાગ્યે સુંદર નર્સરી,નવી દિલ્હી ખાતે ભવ્ય સૂફી સંગીત ઉત્સવ જહાં-એ-ખુસરાવ 2025 માં હાજરી આપશે.વડાપ્રધાન દેશની વૈવિધ્યસભર કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના મજબૂત સમર્થક છે.આ ક્રમમાં તે જહાં-એ-ખુસરાવમાં ભાગ લેશે.જહાન-એ-ખુસરાવ-2025 એ સૂફી સંગીત, કવિતા અને નૃત્યને સમર્પિત એક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે.
આ મહોત્સવ અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકસાથે લાવી રહ્યો છે.આ મહોત્સવનું આયોજન રૂમી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.તેની શરૂઆત 2001 માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મુઝફ્ફર અલી દ્વારા કરવામાં આવી હતી.આ વર્ષે તે તેની 25મી વર્ષગાંઠ ઉજવશે.તે 2 માર્ચે સમાપ્ત થશે.
આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી TEH બજારની પણ મુલાકાત લેશે.TEH બજારમાં એક જિલ્લો-એક ઉત્પાદન સંબંધિત હસ્તકલા અને દેશભરની વિવિધ શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે,સાથે સાથે હસ્તકલા અને હાથશાળ વગેરે પર ટૂંકી ફિલ્મો પણ પ્રદર્શિત કરવામાં આવશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર