હેડલાઈન :
- UPના સંભલ શાહી જામા મસ્જિદને રંગવાનો મામલો
- અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે કર્યો મહત્વનો આદેશ
- સંભલ શાહી જામા મસ્જિદને રંગ-રોગાણ નહી કરી શકાય
- ASI ટીમને પણ ફક્ત સર્વેક્ષણ અને સફાઈ કરવાની મંજૂરી
- જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે આપ્યો ચુકાદો
- મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં કરી હતી અરજી
- મસ્જિદ કમિટીએ સિવિલ રિવિઝન અરજી દાખલ કરી હતી
ઉત્તર પ્રદેશના સંભલમાં વિવાદાસ્પદ ધાર્મિક સ્થળ શાહી જામા મસ્જિદને રંગવામાં આવશે નહીં.અલ્હાબાદ હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે.ASI ટીમને ફક્ત સર્વેક્ષણ અને સફાઈ કરવાની મંજૂરી છે. કોર્ટના નિર્દેશ પર, ત્રણ સભ્યોની ટીમ મસ્જિદનું સર્વેક્ષણ કરવા માટે આવી હતી અને તેણે અહીં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે.હવે આ આધારે હાઇકોર્ટે મસ્જિદને ન રંગવાનો નિર્ણય કર્યો છે.
સંભલ મસ્જિદ કમિટી વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં સિવિલ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી.આમાં મસ્જિદને રંગવાની પરવાનગી માંગવામાં આવી હતી.આ અંગે કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે ASI ને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.મસ્જિદ સમિતિને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ આ સમયે ફક્ત સફાઈનું કામ જ કરાવી શકે છે.હાઇકોર્ટમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે આ ચુકાદો આપ્યો.કોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કરતી વખતે,ASI એ કહ્યું કે મસ્જિદની હાલની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની પેઇન્ટિંગની જરૂર નથી.રિપોર્ટ અનુસાર મસ્જિદમાં કોઈ માળખાકીય સમસ્યા નથી કે જેના માટે સમારકામ કે ફરીથી રંગકામની જરૂર હોય.
ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ શાહી જામા મસ્જિદ અથવા હરિહર મંદિરના સર્વે દરમિયાન અહીં ભારે હિંસા થઈ હતી.રમખાણો દરમિયાન 4 લોકો માર્યા ગયા હતા જ્યારે 29 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.ત્યારથી સંભલ પોલીસ અને વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.જેથી કોઈ પણ તોફાની વ્યક્તિ કોઈપણ પ્રકારની અશાંતિ ઉભી કરવામાં સફળ ન થાય જોકે,હિંસા બાદથી તોફાનીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે.