હેડલાઈન :
- ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ
- બદ્રીનાથ નજીક ગ્લેશિયર ફાટવાની ઘટના
- ચમોલી રોડ પર માના ગામે ફાટ્યુ ગ્લેશિયર
- ગ્લેશિયર ફાટવાની ઘટનામાં 57 જેટલા લોકો દટાયા
- દટાયેલાઓમાથી 10 લોકોને સુરક્ષીત બહાર કઢાયા
ઉત્તરાખંડના ચમોલી-બદ્રીનાથ હાઇવે પર ગ્લેશિયર તૂટવાથી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.અહીં ગ્લેશિયર ફાટવાથી ભારે વિનાશ થયો હતો.આ દરમિયાન રસ્તાના બાંધકામના કામમાં રોકાયેલા 57 કામદારો દટાઈ ગયા. જેમાં,10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાબાકીના 47 લોકોની શોધ ચાલી રહી છે.આ બધા મજૂરો BRO ના કોન્ટ્રાક્ટમાં રોકાયેલા કોન્ટ્રાક્ટરના હોવાનું કહેવાય છે.માહિતી મળતા જ BRO ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને – રાહત -બચાવ કાર્ય યથાવત
પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજીએ જણાવ્યું હતું કે,“માના સરહદી વિસ્તારમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન કેમ્પ પાસે એક મોટો હિમપ્રપાત થયો છે,જેમાં રસ્તાના નિર્માણમાં રોકાયેલા 57 કામદારો ફસાયા છે.આ કામદારોમાંથી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ગંભીર હાલતમાં માના નજીકના આર્મી કેમ્પમાં મોકલવામાં આવ્યા છે.
દરમિયાન, BRO એટલે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સી.આર.મીણાએ જણાવ્યું હતું કે સ્થળ પર 57 કામદારો હાજર હતા.ત્રણથી ચાર એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે,પરંતુ ભારે હિમવર્ષાને કારણે બચાવ ટીમને ત્યાં પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
– ઋષિકેશમાં ગંગાના પાણીનું સ્તર વધી ગયું
ઋષિકેશના જાનકી ઝુલા ઘાટ પર ગંગા નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે.ટાપુ પર 100 શ્રદ્ધાળુઓ ફસાયા હતા.પાણી પોલીસે તેનો જીવ બચાવ્યો. તમને જણાવી દઈએ કે આ બધા ભક્તો હરિયાણાથી આવ્યા હતા. ખતરો અનુભવાતાની સાથે જ ભક્તોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું.તેમની બૂમો સાંભળીને જાનકી ઘાટ પાસે તૈનાત પાણી પોલીસના કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને બધાને સુરક્ષિત રીતે બચાવી લીધા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં થયેલા હિમપ્રપાત અંગે ડીજી આઈટીબીપી અને ડીજી એનડીઆરએફ સાથે વાત કરી હતી.