હેડલાઈન :
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતે જીતની હેટ્રિક નોંધાવી
- ભારતીય સ્પિનર્સના ફિરકીમાં ફસાઈ ન્યુઝીલેન્ડની ટીમ
- ભારતે અંતિમ લીગ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રને હરાવ્યુ
- ટોસ જીનીને ન્યુઝીલેન્ડ કેપ્ટને બોલિંગ પસંદ કરી હતી
- ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 249 રન કર્યા
- જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 205 રન બનાવી ઓલ આઉટ
- ભારત તરફથી વરુણ ચક્રવર્તિએ પાંચ વિકેટો ઝડપી હતી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની અંતિમ લીગ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવીને મેગા ઇવેન્ટમાં જીતની હેટ્રિક ચાલુ રાખી.ઉપરાંત આ મેચ જીતીને ભારતે ગૃપ A માં ટોચનું સ્થાન મેળવ્યું છે.ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા.જવાબમાં,કેન વિલિયમસનના 81 રનના ઇનિંગ છતાં, ન્યુઝીલેન્ડ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગયું. હવે, ભારત 4 માર્ચે દુબઈમાં રમાનારી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
ન્યુઝીલેન્ડની બેટિંગ અંગે વાત કરીએ તો ટીમની શરૂઆત સ્થિર રહી. હાર્દિક પંડ્યાએ રચિન રવિન્દ્રના રૂપમાં ભારતને પહેલી સફળતા અપાવી.ત્યારબાદ વરુણ ચક્રવર્તીએવિલ યંગને આઉટ કર્યો.આ પછી રવિન્દ્ર જાડેજાએ ટોમ લેથમને એલબીડબલ્યુ આઉટ કર્યો.ગ્લેન ફિલિપ્સ 8 બોલમાં 12 રન બનાવીને આઉટ થયા અને માઈકલ બ્રેસવેલ 2 રન બનાવીને આઉટ થયા હતા.કેન વિલિયમસનને 120 માં 83 રન બનાવ્યા બાદ અક્ષર પટેલે આઉટ કર્યો.કેપ્ટન મિશેલ સેન્ટનર 28 રન બનાવીને આઉટ થયો હતો.વરુણ ચક્રવર્તીએ મેટ હેનરીને આઉટ કરીને પાંચ વિકેટ લીધી.તો કુલદીપે વિલિયમને ક્લીન બોલ્ડ કરીને ભારતીય ટીમને મોટી સફળતા અપાવી.
અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી.ટીમે 6 ઓવરમાં જ બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી.શુભમન ગિલ માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો અને રોહિત શર્મા 15 રન બનાવીને આઉટ થયો હતો.પોતાની 300 મી વનડે મેચ રમવા આવેલા વિરાટ કોહલી પણ 11 રન બનાવી શક્યા.ગ્લેન ફિલિપ્સે એક શાનદાર કેચ પકડ્યો.શ્રેયસે અક્ષર પટેલ સાથે ચોથી વિકેટ માટે 98 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.
અક્ષર 42 રન બનાવીને આઉટ થયો હતો.જ્યારે ઐયર 79 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો. કેએલ રાહુલ પણ વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં અને 23 રન બનાવીને આઉટ થયો.રવિન્દ્ર જાડેજાએ 16 રનનું યોગદાન આપ્યું. હાર્દિક પંડ્યાએ 45 રનની મજબૂત અને મહત્વપૂર્ણ ઇનિંગ રમી.શમી 5 રન બનાવીને આઉટ થયો.તો ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ પાંચ વિકેટ લીધી હતી.
આમ ભારત ગૃપ A માં ટોપ પોઈન્ટ સાથે સેમિફાઈનલપમાં પહોંચ્યુ છે.ત્યારે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે 4 માર્ચના રોજ દુબઈ ખાતે યોજાશે.તો બીજી સેમિફાઈનલ મેચ 5 માર્ચે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ખેલાશે.જો આ બંને સેમિફાઈનલ મેચ જીતનાર ટીમો 9 માર્ચે ફાઈનલ માં ટાઈટલ માટે રમશે.
SORCE : પ્રભા સાક્ષી