હેડલાઈન :
- SEBI ના ભૂતપૂર્વ વડા માધવી બુચ સામે કાર્યવાહીના આદેશ
- SEBI વડા માધવી બુચ સામે ફરિયાદ નોંધવા આદેશ કરાયા
- મુંબઈની ખાસ ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટના કાર્યવાહીના આદેશ
- પત્રકાર સપન શ્રીવાસ્તવે દાખલ કરેલી અરજી પર કોર્ટનો આદેશ
- માધવી ઉપરાંત સેબીના કેટલાક પૂર્વ કાલિન સભ્યો સામે પણ FIR થશે
મુંબઈની એક ખાસ ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે.માધવી ઉપરાંત,કોર્ટે શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા SEBI ના ટોચના અધિકારીઓ સામે કેસ નોંધવાનો આદેશ પણ આપ્યો છે.
થાણે સ્થિત પત્રકાર સપન શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સ્પેશિયલ જજ એસ.ઈ. બાંગરે આ આદેશ આપ્યો હતો.સપને કંપનીના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગમાં મોટા પાયે નાણાકીય છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.સેબી અને કોર્પોરેટ એન્ટિટી વચ્ચે મિલીભગત,ઇન્સાઇડર ટ્રેડિંગ અને લિસ્ટિંગ પછી જાહેર ભંડોળના દુરુપયોગના પણ આરોપો લગાવવામાં આવ્યા છે.મહારાષ્ટ્ર સરકાર વતી વધારાના સરકારી વકીલ પ્રભાકર તરંગે અને રાજલક્ષ્મી ભંડારી હાજર થયા.
રવિવારે,સેબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં મુંબઈની ACB કોર્ટના આદેશને પડકારવા માટે યોગ્ય કાનૂની પગલાં લેશે.વધુમાં સેબીએ જણાવ્યું હતું કે ફરિયાદી રીઢો ફરિયાદી છે.માધવી પુરી બુચ ઉપરાંત સેબીના પૂર્વ કાલિન સભ્યા અશ્વની ભાટિયા,સેબીના પૂર્ણકાલીન સભ્ય અનંત નારાયણ,સેબીના પૂર્ણકાલીન સભ્ય કમલેશ ચંદ્ર વાર્ષ્ણે,સેબીના પૂર્ણકાલીન સભ્ય બીએસઈના ચેરમેન પ્રમોદ અગ્રવાલ અને બીએસઈના સીઈઓસુંદરરામન રામામૂર્તિ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.