હેડલાઈન :
- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની આજે પહેલી સેમિફાઈનલ
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પહેલી સેમિફાઈનલ
- દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે સેમિફાઈનલ
- સેમિફાઈનલ માટે બપોરે 2 વાગ્યે ટોસ તો 2:30 વાગ્યે મેચ શરૂ
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રહ્યો છે દબદબો
- બીજી સેમિફાઇનલ મેચ કાલે 5 માર્ચે લાહોરના મેદાન પર રમાશે
- દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ રમાશે
આજે 4 માર્ચના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ટકરાશે.બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ સરળ નહીં હોય.આંકડા દર્શાવે છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ODI ફોર્મેટમાં સંઘર્ષ કર્યો છે.
– ભારત-ઓસ્ટ્રેલિયા હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 વનડે મેચ રમાઈ છે.જેમાં ઓસ્ટ્રેલિયાએ 84 મેચ જીતી છે, જ્યારે ભારતે 57 મેચ જીતી છે.આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ODI ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમ સામે ટોચ પર રહ્યું છે.જોકે,ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે.અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વાર આમને-સામને થયા છે.ભારતીય ટીમે બંને વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
– શું કહેછે પીચ રિપોર્ટ
દુબઈની પિચ પહેલા ઝડપી બોલરો માટે મદદરૂપ થતી હતી,પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્પિનરોએ પિચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પહેલી ઇનિંગમાં પેસ બોલરોએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું અને બીજી ઇનિંગમાં સ્પિનરોએ. ટુર્નામેન્ટની 3 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે એક મેચ જીતી અને પીછો કરતી ટીમે 2 મેચ જીતી.જો ટીમ દુબઈની પીચ પર ટોસ જીતીને પહેલા બેટિંગ કરે છે,તો તેને ફાયદો થઈ શકે છે.અહીં ટુર્નામેન્ટમાં કોઈ પણ ટીમ 250 થી વધુનો સ્કોર કરી શકી નથી.આવી સ્થિતિમાં જો પ્રથમ બેટિંગ કરતી ટીમ 265 કે તેથી વધુ રન બનાવે છે તો તે વિજયી સ્કોર બની શકે છે.
આજે જે ટીમ સેમિફાઈનલ મેચ જીતશે તે ફાઈનલમાં પહોંચશે.જો ભારત જીતશે તો ફાઈનલ મેચ દુબઈ ખાતે રમાશે અને જો ઓસ્ટ્રેલિયા જીતશે તો ફાઈનલ મેચ પાકિસ્તાનમાં રમાશે.આમ આ મેચની જીત પર મેદાન નક્કી થશે.