હેડલાઈન :
- ઔરંગઝેબ પર સપા નેતા અબુ આઢમીના નિવેદનનો મામલો
- અબુ આઝમાના ઔરંગઝે પરના નિવેદન બાદ વિવાદ વધ્યો
- વિવાદ વધતા સપા ધારાસભ્ય અબુ આઝમીના સ્વર ઢીલા પડ્યા
- સ્પષ્ટતા આપતા અબુ આઝમીએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું
- કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું : અબુ આઝમી
- મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે : અબુ આઝમી
ઔરંગઝેબ પરના વિવાદિત નિવેદન બાદ થયેલા હોબાળા બાદ હવે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના સ્વર ઢીલા પડ્યા છે અને સ્પષ્ટતા આપતા તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબ પરના પોતાના વલણ બાદ થયેલા હોબાળા પર સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે જો તેમના નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો અને નિવેદન પાછા લઉં છું.
#WATCH मुंबई: सपा के विधायक अबू आज़मी ने औरंगज़ेब पर अपने रुख के बाद मचे हंगामे पर सफाई दी।
उन्होंने कहा, "मेरे शब्दों को तोड़-मरोड़ कर दिखाया गया है। औरंगज़ेब रहमतुल्लाह अलेह के बारे में मैंने वही कहा है जो इतिहासकरों और लेखकों ने कहा है। मैंने छत्रपति शिवाजी महाराज, संभाजी… pic.twitter.com/Bf0hb8H7Xa
— ANI_HindiNews (@AHindinews) March 4, 2025
– અબુ આઝમીએ આપી સ્પષ્ટતા
અબુ આઝમીએ કહ્યું,’મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.’મેં ઔરંગઝેબ રહેમતુલ્લાહ અલી વિશે ઇતિહાસકારો અને લેખકોએ જે કહ્યું છે તે જ કહ્યું છે.મેં છત્રપતિ શિવાજી મહારાજ,સંભાજી મહારાજ કે અન્ય કોઈ મહાપુરુષો વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી.પરંતુ તેમ છતાં જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો,મારું નિવેદન પાછું લઉં છું.આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે અને મને લાગે છે કે આના કારણે મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્ર બંધ થવાથી મહારાષ્ટ્રના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
– અબુ આઝમીએ અગાઉ શું કહ્યું હતુ
અબુ આઝમી મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ છે.સોમવારે તેમણે કહ્યું,”ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે.ઔરંગઝેબે ઘણા મંદિરો બનાવ્યા.ઔરંગઝેબ ક્રૂર શાસક નહોતો.તેણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેના સેનાપતિએ બનારસમાં એક પંડિતની પુત્રી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો,ત્યારે ઔરંગઝેબે તેને બે હાથીઓ વચ્ચે બાંધી દીધો અને તેને મારી નાખ્યો.બાદમાં,તે પંડિતોએ ઔરંગઝેબ માટે એક મસ્જિદ બનાવી અને તેને ભેટ આપી.તે એક સારો વહીવટકર્તા હતો,તેમણે જે કંઈ કર્યું તે સાચું હતું.જો તે કોઈ અન્ય રાજા હોત,તો તેણે પણ એવું જ કર્યું હોત.”અબુ આઝમીએ એમ પણ કહ્યું હતું કે- “ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન, ભારતનો GDP 24 ટકા હતો અને દેશ “સોનાની પંખી” હતો. ઔરંગઝેબ તેમના માટે ખોટો નહોતો. તેણે ઘણા મંદિરો પણ બનાવ્યા.ઇતિહાસમાં ઘણી ખોટી વાતો કહેવામાં આવી છે.”