હેડલાઈન :
- UP વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન
- પ્રયાગરાજ મહાકુંભ મેળાએ ભારતના વારસાની છાપ છોડી
- મહાકુંભમાં 33 કરોડ મહિલાઓ આવી ગુનાની ઘટના નહી
- 45 દિવસમાં દેશ-દુનિયાના 66 કરોડથી વધુ લોકો આવ્યા
- મજબૂત કાયદો અને વ્યવસ્થાનું ઉદાહરણ આપતો મહાકુંભ
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સમાજવાદી પાર્ટી પર નિશાન
- સમાજવાદી પાર્ટી ભારતની આસ્થા સાથે રમી રહી છે : CM
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર યુપી વિધાનસભામાં બોલતા, સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભના 45 દિવસમાં, દેશ અને દુનિયાના 66 કરોડથી વધુ લોકો મેળામાં આવ્યા હતા.
#WATCH लखनऊ: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा, "आप(समाजवादी पार्टी) भारत की आस्था के साथ खिलवाड़ करते हैं। आपने कहा कि हमारी सोच सांप्रदायिक है लेकिन आप हमें बताएं कि हम कैसे सांप्रदायिक हो सकते हैं? हम सबका साथ, सबका विकास की बात करते हैं… 45 दिनों के… pic.twitter.com/5C8khn1X7Y
— ANI_HindiNews (@AHindinews) March 4, 2025
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભનો ઉલ્લેખ કર્યો.મજબૂત કાયદો અને વ્યવસ્થાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે મહાકુંભમાં 33 કરોડ મહિલાઓ આવી હતી,પરંતુ ઉત્પીડન/ગુનાની એક પણ ઘટના બની નથી.કુલ 67 કરોડ શ્રદ્ધાળુઓ કુંભમાં આવ્યા હતા પરંતુ એક પણ ગુનાની ઘટના બની ન હતી.તેમણે મહાકુંભે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતના વારસા અને વિકાસની એક અનોખી છાપ છોડી છે.
સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું -તમે સમાજવાદી પાર્ટી ભારતની આસ્થા સાથે રમી રહ્યા છો.તમે કહ્યું કે અમારી વિચારસરણી સાંપ્રદાયિક છે પણ અમને કહો કે અમે સાંપ્રદાયિક કેવી રીતે હોઈ શકીએ? અમે સબકા સાથ,સબકા વિકાસની વાત કરીએ છીએ.45 દિવસનો આ મહાકુંભ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતના વારસા અને વિકાસની એક અનોખી છાપ છોડી છે.
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર યુપી વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભના 45 દિવસમાં,દેશ અને દુનિયાના 66 કરોડથી વધુ લોકો મેળામાં આવ્યા હતા.મહાકુંભમાં આવેલા 66 કરોડ લોકોમાંથી અડધી મહિલા યાત્રાળુઓ હતી,પરંતુ ઉત્પીડન,લૂંટ,અપહરણ કે હત્યાનો એક પણ બનાવ બન્યો ન હતો.મહાકુંભમાં અપેક્ષા કરતાં વધુ લોકો આવ્યા અને પવિત્ર સ્નાન કરીને આવેલા લોકો અભિભૂત થઈને પાછા ફર્યા.આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ પ્રયાગરાજ મહાકુંભની પ્રશંસા કરી.