હેડલાઈન :
- ઔરંગઝેબ પ્રત્યે પ્રેમ દર્શાવવો અબુ આઝમીને ભારે પડ્યો
- ધારાસભ્ય અબુ આઝમીને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા
- મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની અબુ આઝમી સામે કાર્યવાહી
- સપાના ધારાસભ્ય અબુ આઝમી વર્તમાન સત્ર માટે સસ્પેન્ડ થયા
- ઔરંગઝેબ અંગે અબુ આઝમીના નિવેદનથી વિવાદ થયો હતો
- અબુ આઝમીએ નિવેદન અંગે સ્પષ્ટતા કરી માફી પણ માંગી હતી
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને મુઘલ સમ્રાટ ઔરંગઝેબ પ્રત્યે પ્રેમ દર્શાવવા અને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે.તેમને વર્તમાન સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મહારાષ્ટ્ર સરકારના મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભા સત્રમાં અબુ આઝમીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ભાજપના નેતા સુધીર મુનગંટીવારે તો અબુ આઝમીનું સભ્યપદ રદ કરવાની પણ માંગ કરી હતી.તેમણે કહ્યું,છત્રપતિ શિવાજી અને સંભાજી પૂજનીય છે.જે લોકો તેમનું અપમાન કરે છે તેમને સરળતાથી છોડી શકાય નહિ.
– અબુ આઝમીએ માફી માંગી હતી
અબુ આઝમીના નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું.વિવાદ વધતો જોઈને સપા નેતા અબુ આઝમીએ સ્પષ્ટતા આપી અને કહ્યું કે મારા શબ્દોને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યા છે.હું શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વિરુદ્ધ બોલવાનું વિચારી પણ શકતો નથી.આઝમીએ કહ્યું કે તેમણે જે કંઈ કહ્યું તે ઇતિહાસકારોનું નિવેદન હતું.જો મારા આ નિવેદનોથી કોઈને દુઃખ થયું હોય,તો હું બિનશરતી માફી માંગુ છું અને મારું નિવેદન પાછું લઉં છું.
– શું હતો સમગ્ર મામલો
મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે સપા ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.આઝમીએ ઔરંગઝેબને એક મહાન શાસક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ઔરંગઝેબને ક્રૂર, જુલમી કે અસહિષ્ણુ શાસક માનતા નથી અને ફિલ્મો દ્વારા મુઘલ સમ્રાટની વિકૃત છબી બનાવવામાં આવી રહી હતી.આઝમીએ કહ્યું હતું કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારત સોનાનું પંખી હતું અને ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતનો GDP 24 ટકા હતો. જે બાદ મહારાષ્ટ્રના થાણેમાં આઝમી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
#WATCH लखनऊ: समाजवादी पार्टी के विधायक अबू आज़मी के औरंगज़ेब वाले बयान पर, जिसे बाद में उन्होंने वापस ले लिया, उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा, "उस व्यक्ति को (समाजवादी) पार्टी से निकालो और यूपी भेजो, हम उसका उपचार करेंगे। जो व्यक्ति छत्रपति शिवाजी महाराज की… pic.twitter.com/cQx4BTJjXs
— ANI_HindiNews (@AHindinews) March 5, 2025
– અબુ આઝમી અંગે યોગીએ શું કહ્યું
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના ઔરંગઝેબના નિવેદન પર,જે તેમણે પાછળથી પાછું ખેંચી લીધું હતું,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “તે વ્યક્તિને સમાજવાદીપાર્ટી માંથી હાંકી કાઢો અને તેને યુપી મોકલી દો,અમે તેની સાથે વ્યવહાર કરીશું. જે વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજની પરંપરા પર ગર્વ કરવાને બદલે શરમ અનુભવે છે અને ઔરંગઝેબને પોતાનો હીરો માને છે,શું તેને આપણા દેશમાં રહેવાનો અધિકાર હોવો જોઈએ? સમાજવાદી પાર્ટીએ આનો જવાબ આપવો જોઈએ.તમે તમારા તે ધારાસભ્યને નિયંત્રિત કરી શકતા નથી? તમે તેમના નિવેદનનું ખંડન કેમ ન કર્યું?”