હેડલાઈન :
- અમેરિકન કેબિનેટ બેઠક છટણી મામલે બેઠક ઉગ્ર બની
- એલોન મસ્ક અને વિદેશ મંત્રી રુબિયો વચ્ચે ઉગ્ર દલિલ
- US રાષ્ટ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થઈ ઉગ્ર દલિલબાજી
- વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓની ફરિયાદોને પગલે બેઠક
- ગુસ્સે ભરાયેલા રિપબ્લિકન સાંસદો તરફથી ફરિયાદો મળી હતી
કેબિનેટની બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને વ્હાઇટ હાઉસના સલાહકાર અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે ઉગ્ર દલીલ થઈ.આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ત્યાં હાજર હતા.એક અહેવાલ મુજબ,સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં તાજેતરમાં સ્ટાફ કાપને લઈને વિવાદ ઉભો થયો હતો.
રિપોર્ટ અનુસાર,રાષ્ટ્રપતિ ટ્રમ્પે મસ્કને નોકરશાહીમાં મોટા પાયે કાપ મૂકવાની જવાબદારી સોંપી હતી.મીટિંગ દરમિયાન,મસ્કે રુબિયો પર આરોપ લગાવ્યો કે તેમણે હજુ સુધી “કોઈને કાઢી મૂક્યા નથી” અને સ્ટાફમાં નોંધપાત્ર ઘટાડો કરવાના તેમના પ્રયાસોનો વિરોધ કર્યો છે.આનો જવાબ આપતાં રુબિયોએ કહ્યું કે,રાજ્ય વિભાગના 1,500 કર્મચારીઓએ વહેલા નિવૃત્તિ પેકેજ હેઠળ રાજીનામું આપ્યું છે.તેમણે કટાક્ષમાં પૂછ્યું, ‘શું મસ્ક ઇચ્છે છે કે હું તે બધાને ફરીથી નોકરી પર રાખું,જેથી તેમને ફરીથી ઔપચારિક રીતે કાઢી શકાય?’
વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓની ફરિયાદોને પગલે આ બેઠક બોલાવવામાં આવી હતી,જેમાં સરકારી એજન્સીઓના વડાઓએ મસ્કની કઠોર પદ્ધતિઓ પર નારાજગી વ્યક્ત કરી હતી.વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ લેજિસ્લેટિવ અફેર્સને તાજેતરના દિવસોમાં ઘણા ગુસ્સે ભરાયેલા રિપબ્લિકન સાંસદો તરફથી ફરિયાદો મળી છે જેઓ તેમના મતવિસ્તારમાં મતદારોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે.