હેડલાઈન :
- ચીન-પાકિસ્તાન પર ભારતીય સેના પ્રમુખનું મોટુ નિવેદન
- સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનું ચીન-પાકિસ્તાન પર નિવેદન
- ચીન પર વિશ્વાસ રાખી શકાય નહી : સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વીવેદી
- પાકિસ્તાન આતંકવાદને રોકવા નક્કર પગલાં લઈ રહ્યું નથી : સેના પ્રમુખ
- ચીન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ અંગે જનરલ દ્વિવેદીનું નિવેદન
- ચીન તરફથી ડ્રોન હુમલો થાય તો ભારત જવાબ આપવા સક્ષમ : સેના પ્રમુખ
- યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી પરંતુ જરૂર પડ્યે ભારતીય સેના તૈયાર : સેના પ્રમુખ
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે ચીન અને પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું કે ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં.જ્યારે પાકિસ્તાન અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે તે આતંકવાદને રોકવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી.
– ભારતીય સેના ઝડપથી અપનાવી રહી છે આધુનિક ટેકનોલોજી
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે ભારતીય સેના ઝડપથી આધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.ચીન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે ભારતીય સેના ડ્રોન ટેકનોલોજી સહિત નવી લશ્કરી ક્ષમતાઓ પર સતત કામ કરી રહી છે.તેમણે કહ્યું કે ભારત પાસે એવા અદ્યતન ડ્રોન છે જે AK-47 ચલાવી શકે છે અને મિસાઇલો છોડી શકે છે.જો ચીન તરફથી ડ્રોન હુમલો થાય તો ભારત પણ તે જ તાકાતથી જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં.યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી,પરંતુ જો જરૂર પડે તો ભારતીય સેના સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપવા સક્ષમ છે.
– પાકિસ્તાન પર સેના પ્રમુખનો કડક સંદેશો
પાકિસ્તાન અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે તે આતંકવાદને રોકવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી.આ કારણે ભારતીય સેનાએ હંમેશા સક્રિય રહેવું પડે છે.તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં, જ્યાં પહેલા આતંકવાદનો ખતરો હતો,હવે ત્યાં પર્યટન વિકસી રહ્યું છે.તેમણે કહ્યું,”આપણે આતંકવાદથી પર્યટન સુધી ખૂબ આગળ નીકળી ગયા છીએ.”સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઘણી સફળ કાર્યવાહી કરી છે, જેના કારણે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા આવી છે.