હેડલાઈન :
શેર બજાર મંગળવારે મંગળમય રીતે ખુલ્યુ
ખુલતાની સાથે જ સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો
અઠવાડિયાના ટ્રેડિંગનો આજે બીજો દિવસ
સેન્સેક્સ-નિફ્ટીએ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરુ
1637 શેર વધારા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા
શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે અને મંગળવારે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ-નિફ્ટીએ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 500 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 100 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું.બજારમાં હરિયાળી વચ્ચે સતત બીજા દિવસે ઝોમેટો અને ટાટા મોટર્સ, ICICI બેંક અને એક્સિસ બેંક,ટોચના લાભકર્તાઓની યાદીમાં આગળ રહ્યા હતા.
– ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા
શેરબજારમાં કારોબારની શરૂઆતમાં, BSE સેન્સેક્સ 74,608.66 પર ખુલ્યો જે તેના અગાઉના બંધ 74,169.95 થી વધીને 74,743 પોઈન્ટના મજબૂત સ્તર પર પહોંચ્યો.બીજી તરફ NSEનો નિફ્ટી પણ તેના અગાઉના બંધ 22,508.75ની સરખામણીમાં મજબૂત તેજી સાથે 22,662.25 પર ખુલ્યો અને થોડીવારમાં જ સેન્સેક્સ સાથે આગળ વધતા તે 178 પોઈન્ટ ઉછળીને 22,687ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.
– 1637 શેર ગ્રીન ઝોનમાં વધારા સાથે ખુલ્યા
શરૂઆતના વેપારમાં જ, લગભગ 1637 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં મજબૂત ગતિએ ટ્રેડ થવા લાગ્યા. આ ઉપરાંત, 571 કંપનીઓના શેર એવા હતા જે બજારમાં તેજી હોવા છતાં લાલ નિશાનમાં ખુલ્યા હતા. 131 શેરની સ્થિતિ યથાવત રહી, એટલે કે તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. શરૂઆતના કારોબારમાં ICICI બેંક, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ સૌથી વધુ તેજીમાં હતા, જ્યારે TCS, ONGC, ટેક મહિન્દ્રા અને ટાટા કન્ઝ્યુમરના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા.