હેડલાઈન :
- ભગવાન રામ જન્મોત્સવ અવધપુરીમાં ધામ ધૂમ સાથે ઉજવાશે
- રામ નવમી ને 6 એપ્રિલે અયોધ્યામાં ઉજવાશે રામ જન્મોત્સવ
- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ જન્મોત્સવનો કાર્યક્રમ જાહેર કર્યો
- રામ નવમીએ બપોરે 12 વાગ્યે રામ લલ્લાનો ભવ્ય જન્મદિવસ ઉજવાશે
- ભગવાન રામની આરતી,ધાર્મિક વિધિ,અભિષેક,શૃંગાર વગેરે કરાશે
રામ લલ્લાની જન્મજયંતિ રામ નવમી એટલે કે 6 એપ્રિલ 2025ના રોજ શ્રી રામ જન્મભૂમિ ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સોમવારે શ્રી રામ જન્મોત્સવ કાર્યક્રમની રૂપરેખા બહાર પાડવામાં આવી છે.
ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ જન્મજયંતિ પર સવારે 9:30 વાગ્યે ધાર્મિક વિધિઓ શરૂ થશે,સવારે 9:30થી 10:30 વાગ્યા સુધી ભગવાનનો અભિષેક કરવામાં આવશે ત્યારબાદ સવારે 10:30થી 10:40 વાગ્યા સુધી 10 મિનિટ માટે ભગવાનને ઢાંકવામાં આવશે.ભગવાન રામ લલ્લાનો શણગાર સવારે 10:40 વાગ્યાથી શરૂ થશે. ભગવાનને 11:45 વાગ્યા સુધી શણગારવામાં આવશે.
રામટ્રસ્ટ તરફથી મળેલી માહિતી અનુસાર શણગાર દરમિયાન અવિરત દર્શન ચાલુ રહેશે.પડદો 11:45 વાગ્યે ખેંચાશે. ભગવાનને 56 વાનગીઓ ધરાવવામાં આવશે.રામ લલ્લાનો જન્મદિવસ બરાબર બપોરે 12 વાગ્યે ઉજવવામાં આવશે અને ભગવાન સૂર્ય ભગવાન રામ લલ્લાના કપાળ પર તિલક કરશે.ભગવાન સૂર્યનું તિલક લગભગ 4 મિનિટ સુધી ચાલુ રહેશે.રામ મંદિર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા કાર્યક્રમમાં જણાવાયું છે કે મંદિરમાં વાલ્મીકિ રામાયણ અને રામચરિતમાનસના પાઠ કરવામાં આવશે.દુર્ગા સપ્તશતીના એક લાખ મંત્રો કરવામાં આવશે.રામ જન્મભૂમિની યજ્ઞશાળામાં યજ્ઞ ચાલુ રહેશે.