હેડલાઈન :
- ભારતીય ચૂંટણી પર મતદાર ઓળખ કાર્ડમાં ગેરરીતિઓના આરોપ
- આરોપથી છૂટકારે મેળવવા ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય
- દેશભરના મતદાર ઓળખપત્રને આધાર કાર્ડ સાથે લિંક કરાશે
- ઈલેક્શન કમિશન પાસે 66 કરોડથી વધુ મતદારોની આધાર વિગતો
- ચૂંટણી પંચની કેન્દ્રીય ગૃહ સચિવ,ાયદા સચિવ,UIDAIના CEO સાથે બેઠક
- ચૂંટણી કાર્ડને આધાર સાથે લિંક કરવાથી પણ મતદારોને ફાયદો થશે
મતદાર ઓળખ કાર્ડમાં ગેરરીતિઓના આરોપોથી છુટકારો મેળવવા માટે ચૂંટણી પંચે હવે દેશભરના મતદાર ઓળખ કાર્ડ EPIC ને આધાર સાથે લિંક કરવાનો એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે.
આ માટે કમિશન અને આધાર તૈયાર કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAIના ટેકનિકલ નિષ્ણાતો ટૂંક સમયમાં સાથે મળીને કામ કરવાનું શરૂ કરશે.
– બેઠકમાં મોટો નિર્ણય લેવાયો
હાલમાં કમિશન પાસે 66 કરોડથી વધુ મતદારોની આધાર વિગતો છે, જે મતદારોએ સ્વેચ્છાએ કમિશનને તેમના મતદાર ઓળખ કાર્ડ સાથે લિંક કરવા માટે આપી છે.ચૂંટણી પંચે મંગળવારે કેન્દ્રીય ગૃહ સચિવ,સચિવ કાયદા વિભાગ અને UIDAIના CEO સાથે લાંબી ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો.આ ચર્ચા દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સાથે ચૂંટણી કમિશનર ડૉ. એસ.એસ. સંધુ અને ડૉ. વિવેક જોશી પણ હતા.
– મતદારોને ફાયદો થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશને મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે તૈયાર કરાયેલી અરજી વિશે પણ માહિતી આપી અને કહ્યું કે આના દ્વારા કોઈપણ પ્રકારનો ડેટા એકબીજા સાથે શેર કરવામાં આવશે નહીં. તે ફક્ત મતદારોને પ્રમાણિત કરશે. તે નકલી અને ખોટી રીતે ઉમેરાયેલા મતદારોની ઓળખ જાહેર કરશે. EPICને આધાર સાથે લિંક કરવાથી પણ મતદારોને ફાયદો થશે. સુપ્રીમ કોર્ટના 2023ના નિર્ણયને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે જેમાં આધારને ફરજિયાત બનાવવામાં આવ્યું નહતું. EPICને આધાર સાથે લિંક કરવાના ફાયદા જોઈને, મતદારો પોતે જ તેના માટે આગળ આવશે.