હેડલાઈન :
- ઔરંગઝેબ વિવાદ અને હિંસા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નિવેદન
- સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરજીનું નિવેદન
- “આજે ન તો ઔરંગઝેબ પ્રાસંગિક છે અને ન તો હિંસા સમાજ માટે યોગ્ય”
- કોઈપણ પ્રકારની હિંસા સમાજ માટે સારી નથી : પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરજી
- સંઘ પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરજીએ ઔરંગઝેબને અપ્રસ્તુત ગણાવ્યો
ઔરંગઝેબ પરનો વિવાદ અને તેને લઈ મહારાષ્ટ્રના નાગપુરમાં ફાટી નિકળેલ હિંસા વચ્ચે,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરજીનું નિવેદન સામે આવ્યું છે.સુનિલઆંબેકરજીએ કહ્યું કે આ મુદ્દો આજે પ્રાસંગિક નથી.તેમણે કહ્યું કે,કોઈપણ પ્રકારની હિંસા સમાજ માટે સારી નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ થઈ રહી છે .અને તેને લઈ નાગપુરમાં હિંસાના દ્રશ્યો સર્જાયા હતા.
સુનીલ આંબેકરજીને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ આજે પણ પ્રાસંગિક છે? અને શું કબર દૂર કરવી જોઈએ? તેના જવાબમાં સનુલ આંબેકરજીએ ઔરંગઝેબને અપ્રસ્તુત ગણાવ્યો છે.સંઘના પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરજીએ કહ્યું કે મુઘલ સમ્રાટ આજના સમયમાં પ્રાસંગિક નથી.તેમજ કોઈપણ પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપી શકાય નહિ.
17 માર્ચે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી જ્યારે અફવા ફેલાઈ હતી કે હિન્દુ જૂથો ધાર્મિક પ્રતીકનું અપમાન કરી રહ્યા છે અને તેને બાળી રહ્યા છે.બંને પક્ષો વચ્ચે થયેલી હિંસામાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘણા ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી.હિંસામાં 34 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.પોલીસ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે.અત્યાર સુધીમાં 5 FIR નોંધાઈ છે.51 લોકોની ધરપકડ કરવામાં આવી છે.32થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા,જેમાં 3 ડીસીપી રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.સારવાર બાદ,મોટાભાગના પોલીસકર્મીઓ ફરજ પર જોડાયા છે.નાગપુરના 11 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ લાગુ છે.નાગપુર પોલીસ સોશિયલ મીડિયા દ્વારા ફેલાઈ રહેલી અફવાની પણ તપાસ કરી રહી છે.સીસીટીવી સ્કેન કરવામાં આવી રહ્યા છે.