હેડલાઈન :
- દેશમાં 9 કરોડથી વધુ લોકોએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યુ
- નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન સબમિટ કર્યું,
- 1 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સંખ્યા વધી
- આ વર્ષે કરોડપતિ કરદાતાઓની કુલ સંખ્યા વધીને 4,68,658 થઈ
- 4.69 લાખ કરદાતાઓએ 1 કરોડ રૂપિયાથી વધુ આવક જાહેર કરી
- સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસદ્વારા જારી કરાયા તાજેતરના ડેટા
- મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1.38 કરોડ કરદાતાઓએ રિટર્ન સબમિટ કર્યા
1 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા કરદાતાઓની કુલ સંખ્યા વધીને 4,68,658 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં 9.11 કરોડથી વધુ લોકોએ પોતાનો આઈટીઆર ફાઇલ કર્યો છે.કરદાતાઓએ ITR ફાઇલ કર્યું, 4.69 લાખ કરદાતાઓએ 1 કરોડ રૂપિયાથી વધુ આવક જાહેર કરી.
અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ લોકોએ નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન સબમિટ કર્યું છે.આ માહિતી CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટામાંથી પ્રાપ્ત થઈ છે.ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં દાખલ કરાયેલા ITRમાં ચાર લાખથી વધુ કરદાતાઓએ 1 કરોડ રૂપિયાથી વધુની આવક જાહેર કરી છે.
ડેટા અનુસાર લગભગ 3.89 લાખ કરદાતાઓએ 1 કરોડથી 5 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે જ્યારે લગભગ 36274 વ્યક્તિઓએ 5 કરોડથી 10 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે.આ ઉપરાંત, 43,004 લોકોએ 10 કરોડ રૂપિયાથી વધુની આવક જાહેર કરી છે.આ સાથે ઉચ્ચ આવક ધરાવતા કરદાતાઓની કુલ સંખ્યા 4,68,658 થઈ ગઈ છે.આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2025 હોવાથી આ આંકડામાં વધારો થવાની ધારણા છે.
અત્યાર સુધીમાં 9.11 કરોડથી વધુ લોકોએ પોતાનો આઈટીઆર ફાઇલ કર્યો છે.ભારતમાં કુલ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા 13.96કરોડ છે.આનો અર્થ એ થયો કે લગભગ 65 ટકા લોકોએ તેમના રિટર્ન ફાઇલ કર્યા છે.આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા લગભગ 8.56 કરોડ ટેક્સ રિટર્નનું ઈ-વેરિફાઇડ કરવામાં આવ્યું છે અને 3.92 લાખ કરોડ રૂપિયાનું રિફંડ જારી કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1.38 કરોડ રિટર્ન ફાઇલ થયા હતા.ઉત્તર પ્રદેશમાં 90.86લાખ રિટર્ન ફાઇલ થયા હતા, જ્યારે ગુજરાતમાં 87.90 લાખ રિટર્ન ફાઇલ થયા હતા.દિલ્હીમાં 44.45 લાખ લોકોએ ITR સબમિટ કર્યું છે.જ્યારે, આંધ્રપ્રદેશ અને પંજાબમાં અનુક્રમે 30.76 લાખ અને 43.79લાખ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા.અગાઉ, આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના 1 એપ્રિલ 2024 થી 16 માર્ચ 2025 ના સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કર વસૂલાત પાછલા નાણાકીય વર્ષ 2024 ના સમાન સમયગાળાની તુલનામાં 16.2 ટકા વધીને રૂ.25.86 લાખ કરોડ થઈ ગઈ છે.