હેટલાઈન :
- હવે કટારાથી કાશ્મીર સુધી દોડતી થશે વંદે ભારત ટ્રેન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે આપશે લીલી ઝંડી
- કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થશે
- કટરાથી શરૂ થઈ પીર પંજાલ પર્વતમાળા પાર કરી શ્રીનગર પહોંચશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા પુલની મુલાકાત લેશે
કેન્દ્રની મોદી સરકાર દેશભરમાં વંદે ભારત ટ્રેન શરૂ કરી રહી છે.દેશના મોટા ભાગના રાજ્યોના વિસ્તારોસાથે તેનું જોડાણ ચાલી રહ્યું છે,ત્યારે હવે કટારાથી કાશ્મીર સુધી વંદે ભારત ટ્રેન દોડતી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પહેલી ટ્રેનને લીલી ઝંડી આપશે.આ ઐતિહાસિક પગલા સાથે કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થશે.આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી શરૂ થશે અને પીર પંજાલ પર્વતમાળા પાર કરીને શ્રીનગર પહોંચશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જશે.આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ,કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ,જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ જોડાશે. હાલમાં આ ટ્રેન સાંગલદાનથી બારામુલ્લા સુધી દોડી રહી છે.
– PM મોદી વિશ્વના સૌથી ઊંચા પુલની મુલાકાત લેશે
વડાપ્રધાન મોદી 19 એપ્રિલની સવારે નવી દિલ્હીથી ઉધમપુર આર્મી એરપોર્ટ પહોંચશે ત્યારબાદ તેઓ ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલની મુલાકાત લેશે.આ દરમિયાન તેમને પુલના નિર્માણ સંબંધિત ટેકનિકલ પાસાઓ વિશે માહિતી આપવામાં આવશે.આ પછી વડાપ્રધાન મોદી કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી બેઝ કેમ્પથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.
– PM મોદી સભાને સંબોધિત કરશે
દિલ્હી પરત ફરતા પહેલા વડાપ્રધાન મોદી કટરા ખાતે એક જાહેર રેલીને પણ સંબોધિત કરશે.રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ રેલ્વે સ્ટેશન પર વિસ્તરણ કાર્ય પૂર્ણ થયા પછી જમ્મુથી ખીણ સુધીની ટ્રેન સેવા આ વર્ષે જુલાઈ-ઓગસ્ટ સુધીમાં શરૂ થશે.જોકે હાલમાં દિલ્હી કે અન્ય ભાગોથી કાશ્મીર માટે કોઈ સીધી ટ્રેન રહેશે નહીં. મુસાફરોએ કટરા ખાતે ઉતરીને બીજી ટ્રેન પકડવી પડશે જે પછીથી જમ્મુમાં પણ લાગુ કરવામાં આવશે.