હેડલાઈન :
- સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે કેન્દ્ર સરકાર
- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ક્ફ સુધારા બિલ રજૂ કરી શકે
- કેટલાક સંગઠનો અને વિપક્ષો આ બિલનો કરે છે વિરોધ
- અજમેર દરગાહના ચિશ્તી વકફ બિલના સમર્થનમાં આવ્યા
- સૈયદ નસરુદ્દીને કહ્યું વકફ બિલમાં સુધારો કરવાની જરૂર
- “આપણે ગંગા-જમુની સંસ્કૃતિ ધરાવતા દેશમાં રહીએ છીએ”
- વિવિધ સંસ્કૃતિના લોકો અહીં સાથે રહે છે તે આપણી તાકાત “
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે.તે જ સમયે કેટલાક મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.દરમિયાન અખિલ ભારતીય સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક વડાના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ગંગા-જમુની સંસ્કૃતિ ધરાવતા દેશમાં રહીએ છીએ.વિવિધ સંસ્કૃતિના લોકો અહીં સાથે રહે છે અને આ આપણી તાકાત છે.
#WATCH | अजमेर: ऑल इंडिया सूफी सज्जादानशीन काउंसिल के चेयरमैन और अजमेर दरगाह के आध्यात्मिक प्रमुख के उत्तराधिकारी सैयद नसरुद्दीन चिश्ती ने वक्फ (संशोधन)विधेयक पर कहा, "भारत सरकार ने पहले ही अपनी मंशा जाहिर कर दी थी… JPC ने तमाम पक्षों को बहुत धैर्यपूर्वक सुना है… उम्मीद है कि… pic.twitter.com/2mpHtm9TM0
— ANI_HindiNews (@AHindinews) March 31, 2025
સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ ખાતરી કરી છે કે ‘સૌગત-એ-મોદી’ દેશના 22 લાખ લોકો સુધી પહોંચે.તેમણે કહ્યું કે મારું માનવું છે કે વકફ બિલમાં સુધારો કરવાની જરૂર છે.આશા છે કે આ બિલ પારદર્શિતા લાવશે. વિરોધ કરવો અને સમર્થન આપવું એ લોકશાહીનો એક ભાગ છે.જો કોઈ બંધારણીય રીતે વિરોધ કરી રહ્યું છે,તો તેમાં કોઈ વાંધો નથી પરંતુ મારું માનવું છે કે વકફમાં પરિવર્તનની જરૂર છે.
સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ સ્પષ્ટ કહ્યું,”આ સુધારાનો અર્થ એ નથી કે મસ્જિદો કે મિલકતો છીનવી લેવામાં આવશે. આવું કહેવું ખોટું હશે.આ લોકશાહીનો એક ભાગ છે.સરકારને કોઈ ઉતાવળ નથી આ બિલ JPCમાં ચર્ચા પછી ખૂબ જ શાંતિથી લાવવામાં આવ્યું છે.”
ચિશ્તીએ દાવો કર્યો હતો કે તેમને વિશ્વાસ છે કે સુધારા પછી વકફના કામકાજમાં પારદર્શિતા આવશે અને વકફ મિલકતનું રક્ષણ થશે અતિક્રમણ દૂર થશે અને વકફનું ભાડું વધશે જે સમુદાય માટે ઉપયોગી થશે.
#WATCH | दिल्ली | वक्फ संशोधन विधेयक पर केंद्रीय अल्पसंख्यक कार्य मंत्री किरेन रिजिजू ने कहा, "कुछ लोग कह रहे हैं कि वक्फ संशोधन विधेयक असंवैधानिक है। वक्फ नियम आजादी से पहले से ही अस्तित्व में हैं… ये सभी प्रावधान पहले से ही अस्तित्व में हैं। अगर वक्फ अधिनियम आजादी से पहले से… pic.twitter.com/J3XkclnM0A
— ANI_HindiNews (@AHindinews) March 31, 2025
તેમણે કહ્યું કે ઘણા મુસ્લિમ ધાર્મિક નેતાઓ આ બિલને સમર્થન આપી રહ્યા છે પરંતુ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેનો વિરોધ કરી રહ્યું છે.ચિશ્તીએ કહ્યું કે આ બિલના વિરોધમાં અમને કાળી પટ્ટી પહેરવાનું કેમ કહેવામાં આવ્યું,સુધારેલો કાયદો હજુ ગૃહમાં આવ્યો નથી પહેલા તેને આવવા દો પછી અમને ગેરમાર્ગે દોરો કે અમારી મસ્જિદ છીનવી લેવામાં આવશે.તેમણે કહ્યું કે જ્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે અમે કોઈ મસ્જિદ નહીં લઈએ તો પછી લોકોને આ રીતે ગેરમાર્ગે કેમ દોરવામાં આવી રહ્યા છે.