હેડલાઈન :
- આખરે કેન્દ્ર સરકાર આજે સંસદમાં રજૂ કરશે વક્ફ સુધારા બિલ
- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર લોકસભામાં રજૂ કરશે વક્ફ સુધારા બિલ
- વક્ફ સુધારા બિલ પર લોકસભામાં આર-પારની ચર્ચા માટે રાજકીય પક્ષો સજ્જ
- કેટલીક અટકળો બાદ TDP-JDU ના સમર્થનથી સરકારના પક્ષમાં નંબર ગેમ
- NDA એ તેના તમામ લોકસભા સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જારી કર્યો
- વક્ફ સુધારા બિલ સંસદમાં પસાર થયા પછી દેશમાં શું બદલાવ આવશે
- સરકાર અનુસાર આ પારદર્શિતા અને વહીવટી સુધારા તરફનું એક પગલું
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વકફ સુધારા બિલ સંસદમાં રજૂ કરવા સજ્જ છે.અને જે પ્રકારે ધર્મ ગુરૂઓ તેમજ રાજકીય પક્ષો અને તેમાં પણ TDP અને JDU એ પણ વિવિધ અટકળો વચ્ચે બિલનું સમર્થન કર્યુ છે.ત્યારે નંબર ગેમ સરકાર તરફ જોવા મળે છે .અને આશા છે કે આ બિલ લોકસભામા પસાર થઈ જશે.જોકે સવાલ એ છે કે બિલ પસાર થયા બાદ શું ફેરફાર થશે.
બિલ પસાર થતાં જ વકફ મિલકતોના વહીવટમાં ફેરફાર થશે.વિપક્ષી પક્ષોના વિરોધને ધ્યાનમાં રાખીને, ગૃહમાં ગરમાગરમ ચર્ચા થવાની શક્યતા છે.સરકાર તેને પારદર્શિતા અને વહીવટી સુધારા તરફનું એક પગલું ગણાવી રહી છે.
કેન્દ્ર સરકાર વક્ફ સુધારા બિલ પર વિપક્ષને વધુ મંજૂરી આપવાના મૂડમાં નથી કદાચ તેથી જ તે તેને જલ્દી કાયદામાં ફેરવવાનો પ્રયાસ કરી રહી છે.આ સંદર્ભમાં હવે તેને લોકસભામાં પસાર કરાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ બિલનો મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી પક્ષો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.વિરોધ પક્ષોનું માનવું છે કે આ બિલ વકફ મિલકતોમાં સરકારી દખલગીરીને પ્રોત્સાહન આપશે.આ ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતી અધિકારોને અસર કરી શકે છે.તે જ સમયે સરકાર તેને પારદર્શિતા અને વહીવટી સુધારા તરફ લેવાયેલું પગલું ગણાવી રહી છે.ત્યારેસમજવા પ્રયાસ કરીએ કે જો તે સંસદમાં પસાર થાય તો શું બદલાશે.
– સરકારની રણનીતિ અને વિપક્ષની નારાજગી
સરકારે બુધવારે લોકસભામાં આ બિલ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.આ પછી ગુરુવારે રાજ્યસભામાં તેને પસાર કરાવવાની યોજના છે.જોકે વિપક્ષી પક્ષોના વિરોધને ધ્યાનમાં રાખીને ગૃહમાં ગરમાગરમ ચર્ચા થવાની શક્યતા છે. વિપક્ષે આ બિલને બંધારણ વિરોધી અને લઘુમતી વિરોધી ગણાવ્યું છે.કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ આ અંગે લાંબી ચર્ચાની માંગ કરી હતી પરંતુ સરકારે ફક્ત આઠ કલાકની ચર્ચા માટે સમય નક્કી કર્યો છે.આ નિર્ણયથી નારાજ વિપક્ષે સંસદની કાર્યવાહીનો બહિષ્કાર ન કરવાનો અને સંપૂર્ણ તાકાત સાથે ચર્ચામાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે.
– સમર્થન અને વિરોધ શું ફરક ?
જો આપણે સંસદની વાત કરીએ તો ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને લોકસભામાં 293 સાંસદોનું સમર્થન છે જે બહુમતી કરતાં વધુ છે.રાજ્યસભામાં પણ NDA પાસે બહુમતી છે જેના કારણે બિલ પસાર થવું લગભગ નિશ્ચિત છે.એ પણ સાચું છે કે શરૂઆતમાં ટીડીપી, જેડીયુ અને એલજેપીએ કેટલાક મુદ્દાઓ પર વાંધો ઉઠાવ્યો હતો પરંતુ સરકારે તેમના સૂચનોનો સમાવેશ કર્યા પછી તેમણે બિલને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.બીજી તરફ વિપક્ષ તેને ધાર્મિક વિભાજન વધારનાર કાયદો ગણાવી રહ્યો છે.
– લોકસભાનું અંકગણિત
- કુલ સભ્યો – 542 (એક ખાલી)
બહુમતી – 272 - એનડીએ- 293
ભાજપ-240
ટીડીપી-16
જેડીયુ-12
શિવસેના-7
એલજેપી (આરવી)-5
આરએલડી-2
જનતા દળ (એસ)-2
જનસેના પાર્ટી-2
અન્ય-7 - ઇન્ડિયા બ્લોક-234
કોંગ્રેસ-99
એસપી-37
ટીએમસી-28
ડીએમકે-22
શિવસેના (ઉદ્ધવ)-9
એનસીપી (શરદ)-8
આરજેડી-4
સીપીએમ-4
આપ -3
જેએમએમ-3
આઈયુએમએલ-3
અન્ય-18
કોઈપણ જોડાણમાં સામેલ નથી – 14
વાયએસઆર કોંગ્રેસ-4
અન્ય-10
– મુસ્લિમ સંગઠનો શું કહે છે?
દેશભરના મુસ્લિમ સંગઠનોએ ઈદની નમાજ દરમિયાન કાળી પટ્ટી બાંધીને આ બિલનો વિરોધ કર્યો હતો.તેમનું કહેવું છે કે આ બિલ વકફ મિલકતોની સ્વાયત્તતાને ખતમ કરવાનો અને સરકારી નિયંત્રણ વધારવાનો પ્રયાસ છે. AIMPLB અનુસાર સરકાર વક્ફ બોર્ડની સત્તાઓમાં ઘટાડો કરીને મુસ્લિમોની ધાર્મિક સંપત્તિઓને અસર કરવાનો પ્રયાસ કરી રહી છે.
જો બિલ પસાર થાય તો
– શું બદલાશે?
આ બિલ સંસદમાં પસાર થતાંની સાથે જ વકફ મિલકતોના વહીવટમાં ફેરફાર થશે.સરકારનું કહેવું છે કે આનાથી પારદર્શિતા વધશે અને વકફ મિલકતોનો દુરુપયોગ અટકશે.તો બીજી તરફ મુસ્લિમ સંગઠનોનો આરોપ છે કે આનાથી ધાર્મિક સ્વતંત્રતા પર અસર પડશે અને સરકારને આ મિલકતો પર વધુ નિયંત્રણ મળશે.હવે જોવાનું એ રહે છે કે સંસદમાં આ બિલ પર ચર્ચા કેટલો સમય ચાલે છે અને વિપક્ષની માંગણીઓનો તેમાં સમાવેશ થાય છે કે નહીં.
– JPC અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું
વકફ સુધારા બિલ 2024 પર ભાજપના સાંસદ અને વકફ સુધારા બિલ પરની JPC સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું, “આ મહેનત રંગ લાવી છે.JPC સમિતિ આ બિલ અંગે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો હતો.અમે ઉત્તર ભારતની મુલાકાત લઈ શક્યા નહીં.સંસદીય બાબતોના મંત્રીએ અમને કહ્યું હતું કે અમારો હેતુ છે કે તમે દેશના દરેક રાજ્યમાં જાઓ.બધા નેતાઓ પણ દરરોજ યોજાયેલી બેઠકોમાં સામેલ હતા અને આજે સરકાર આ બિલને સુધારેલા સ્વરૂપમાં લઈને આવી રહી છે.આ ચોક્કસપણે એક ઐતિહાસિક દિવસ છે.આજે આ બિલ પસાર થવાથી દેશના ગરીબ, પસમાંડા અને સામાન્ય મુસ્લિમોને તેનો લાભ મળશે.
– VHP એ શું કહ્યું
વક્ફ સુધારા બિલ પર વિશ્વ હિન્દુ પરિષદ ના નેતા વિનોદ બંસલે કહ્યું,”આ લોકશાહીમાં એક સ્વસ્થ લોકશાહીની પરંપરા છે કે તમે કોઈને ટેકો આપી શકો છો અને કોઈનો વિરોધ કરી શકો છો પરંતુ વિરોધના નામે નમાઝની છબીને કલંકિત કરવી વિરોધના નામે મસ્જિદોને રાજકીય મેદાનમાં ફેરવવી.આ યોગ્ય નથી. જે રીતે કેટલાક કટ્ટરપંથી મુસ્લિમ જૂથો દેશના મુસ્લિમોને ઉશ્કેરીને અને જુઠ્ઠાણા ફેલાવીને હિંસાના માર્ગ પર ધકેલવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે તેમણે તે કરવાનું બંધ કરવું પડશે.એક બિલ પર ખૂબ ચર્ચા થઈ રહી છે જે હજુ સુધી રજૂ કરવામાં આવ્યું નથી.આ બિલ આવવા દો કારણ કે આ બિલ દરેકના હિત માટે છે.”