હેડલાઈન :
- પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને સુપ્રીમ ઝટકો
- કોર્ટે 25 હજાર શિક્ષકો- બિન શિક્ષણ કર્મીઓની નિમણૂક રદ કરી
- સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઇકોર્ટના આ અંગેના નિર્ણયને માન્ય રાખ્યો
- મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચનો નિર્ણય
- 7 મે,2024ના રોજ કોર્ટે કોલકાતા હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો
- સરકારે અરજીમાં કોલકાતા હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવા માંગ કરી હતી
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના લગભગ 25 હજાર શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂક રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે આ નિમણૂકો છેતરપિંડીથી કરવામાં આવી હતી.
– પગાર પરત કરવાની જરૂર નથી
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે તેમને તેમનો પગાર પરત કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે ઉમેદવારો કલંકિત નથી તેમને નવી નિમણૂક પ્રક્રિયામાં મુક્તિ મળી શકે છે.કોર્ટે 10 ફેબ્રુઆરીએ નિર્ણય અનામત રાખ્યો હતો.આ પહેલા 7 મે, 2024ના રોજ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ ભરતી પ્રક્રિયા એક સુનિયોજિત કાવતરું હતું. કોર્ટે કહ્યું હતું કે 25 હજાર શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂક સંબંધિત ડિજિટલ રેકોર્ડ જાળવવાની જવાબદારી અધિકારીઓની છે.
– મમતા સરકારને સુપ્રીમ ઝટકો
પશ્ચિમ બંગાળ સરકારે અરજીમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટના આ નિર્ણયને કારણે રાજ્યની શાળાઓમાં અભ્યાસ અટકી જશે.અરજીમાં, રાજ્ય સરકારે આરોપ લગાવ્યો હતો કે હાઇકોર્ટે કોઈપણ સોગંદનામું કે મૌખિક દલીલ રેકોર્ડ પર રાખ્યા વિના મનસ્વી રીતે નિમણૂકો રદ કરી. હકીકતમાં ગઈકાલે હાઈકોર્ટે 22 એપ્રિલ 2024 ના રોજ શિક્ષકોની ભરતીને ગેરકાયદેસર જાહેર કરી હતી અને 24 હજાર ઉમેદવારોની નિમણૂકને ગેરકાયદેસર જાહેર કરીને ભરતી પછી મળેલો પગાર પરત કરવાનો આદેશ આપ્યો હતો.