હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઈટેક પંબન બ્રિજનું ઉદ્ઘાટન કરશે
- રામ નવમીના શુભ અવસરે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન
- પંબન બ્રિજનું ધાર્મિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ
- ઉત્તમ એન્જિનિયરિંગ અજાયબી એટલે પંબન રેલ્વે બ્રિજ
- પુલ ઓટોમેટેડ ઇલેક્ટ્રો-મિકેનિકલ લિફ્ટ સિસ્ટમથી સજ્જ
ભારતના સૌથી હાઇ-ટેક વર્ટિકલ લિફ્ટ પંબન બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ નવમીના શુભ અવસર પર કરશે.આ પુલ માત્ર એક એન્જિનિયરિંગ અજાયબી જ નથી પરંતુ તેનું ધાર્મિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પણ ઘણું છે.ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદી ખૂબ જ શુભ દિવસે એટલે કે રામ નવમીના રોજ આ પુલનું ઉદ્ઘાટન કરવાના છે.આ દિવસે પુષ્ય નક્ષત્ર હશે જે શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
– પંબન પુલનું ઐતિહાસિક મહત્વ
ભારતનો પહેલો દરિયાઈ પુલ 1914માં બનાવવામાં આવ્યો હતો જેનું નિર્માણ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું. 1964માં એક વાવાઝોડુ આખી ટ્રેનને સમુદ્રમાં ગળી ગઈ જેના કારણે આ સ્થળ ઐતિહાસિક રીતે પ્રખ્યાત બન્યું. 1988 સુધી આ પુલ રામેશ્વરમ અને મુખ્ય ભૂમિ વચ્ચે એકમાત્ર જોડતી કડી હતી.અન્નાઈ ઈન્દિરા ગાંધી રોડ બ્રિજના નિર્માણ પછી વાહનોની અવરજવર માટે એક અલગ માર્ગ બનાવવામાં આવ્યો હતો.
– પુલ આધુનિક એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ
આ પુલ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને મુસાફરોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.ટકાઉ માળખાગત સુવિધા આ પુલ અત્યાધુનિક કાટ વિરોધી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે જે તેને દરિયાઈ ખારાશથી સુરક્ષિત બનાવે છે.આ પુલ ઓટોમેટેડ ઇલેક્ટ્રો-મિકેનિકલ લિફ્ટ સિસ્ટમથી સજ્જ છે જે પુલને 17 મીટર સુધી ઉંચો કરી શકે છે જેનાથી જહાજો સરળતાથી પસાર થઈ શકે છે.