હેડલાઈન :
- છત્તીસગઢના બિલાસપુર ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીની ઘટના
- સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી
- યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના NSS કેમ્પ દરમિયાન વિવાદ
- કેમ્પમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે દબાણ કરવાનો આરોપ
- ઈદના દિવસે શિબિરમાં ભાગ લેનારને નમાઝ પઢવા મજબૂર કરાયા
- વિદ્યાર્થીઓએ આ મામલે કોની પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી
- ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી મેનેજમેન્ટમાં તથ્ય શોધ સમિતિની રચના
છત્તીસગઢના બિલાસપુરની ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના NSS કેમ્પમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે દબાણ કરવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે.વિદ્યાર્થીઓએ આ મામલે કોની પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
– ઈદના દિવસે શિબિરમાં ભાગ લેનારને નમાઝ પઢવા મજબૂર કરાયા
યુનિવર્સિટીના NSS દ્વારા 26 માર્ચથી 1 એપ્રિલ 2025 દરમિયાન શિવતરાઈમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કુલ 159 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કેટલાક વિદ્યાર્થીઓનો આરોપ છે કે 30 માર્ચે ઈદના દિવસે શિબિરમાં ભાગ લેનારા બધા લોકોને નમાઝ પઢવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા,
જ્યારે તેમાંથી ફક્ત 4 મુસ્લિમ સમુદાયના હતા,બાકીના હિન્દુ હતા.
– વિદ્યાર્થીઓએ નોંધાની પોલીસ ફરિયાદ
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના સંયોજક અને કાર્યક્રમ અધિકારી પર ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બળજબરી કરવાનો આરોપ લગાવ્યો છે.કેમ્પમાં હાજર ઘણા વિદ્યાર્થીઓને આ ઘટના અંગે અસ્વસ્થતા અનુભવાઈ પરંતુ જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે તેમને ચૂપ કરી દેવામાં આવ્યા.વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલા અંગે કોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસ અને યુનિવર્સિટી મેનેજમેન્ટ આ મામલાને કેવી રીતે લે છે તે જોવાનું બાકી છે, કારણ કે આ મામલો ગંભીર છે અને અહીંના વિદ્યાર્થીઓ હવે આ ઘટનાનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.
– ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી મેનેજમેન્ટમાં તથ્ય શોધ સમિતિની રચના
આ બાબત અંગે ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી મેનેજમેન્ટમાં એક તથ્ય શોધ સમિતિની રચના કરવામાં આવી છે.જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. પોલીસ અધિક્ષક રજનીશ સિંહે જણાવ્યું હતું કે આ મામલે યુનિવર્સિટી મેનેજમેન્ટની પૂછપરછ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.