હેડલાઈન :
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વધ્યુ તાપમાન
રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાતા લોકો અકળાયા
અસહ્ય ગરમી વચ્ચે રાજ્ય હવામાન વિભાગે કરી આગાહી
આગામી 48 કલાક સુધી ગરમીનો પારો ઉંચકાવાની આગાહી
48 કલાક બાદ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં ગરમીથી રાહત મળશે
અમદાવાદમા ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ પર
આકરી ગરમીને લઈ DEO નો અમદાવાદની શાળાઓને આદેશ
DEO નો બપોર બાદ શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ રાખવા આદેશ
છેલ્લા બે કેટલાક દિવસથી ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે.અને હજુ પણ આગામી 48 કલાક સુધી ગરમીનો પારો ઉંચકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદ શહેરની શાળાઓમાં બપોર બાદ શિક્ષણકાર્ય બંધ રાખવા સૂચના આપી છે.
રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીની શક્યતા છે.આગામી 2 દિવસ ગરમીથી રાહત નહીં મળે.રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.જોકે 48 કલાક બાદ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળશે.હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત મળશે.હજુ આવનાર 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.
– રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં 40 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.જેમાં અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.તો વળી અમદાવાદ, આણંદ,અરવલ્લી,છોટાઉદેપુર,ગાંધીનગર,જુનાગઢ,ખેડા,મહીસાગર,મહેસાણા,પંચમહાલ,પાટણ,સાબરકાંઠા, સુરેન્દ્રનગર,વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.આ ઉપરાંત બનાસકાંઠા,ભરૂચ,દાહોદ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ ડાંગ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.તો ભાવનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
– અમદાવાદમાં ગરમીનો પારો ઉંચકાયો
રાજ્યમા હાલ જ્યારે ગરમીનો પારો ઉંચકાયો છે તેથી અમદાવાદ શહેરમાં પણ અંગદઝાડતી ગરમી પડી રહી છે.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જો અમદાવાદની વાત કરીએ તો,શહેરમાં ગરમીનો પારો 42 અને 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. એવામાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમય બદલવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.આજે શહેરની તમામ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને જારી કરવામાં આવેલા આદેશમાં જણાવ્યા મુજબ,બપોરે 12 વાગ્યા બાદ સ્કૂલોમાં શિક્ષણનું કાર્ય બંધ રાખવા જણાવાયું છે. જેને લઈને સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
– ગરમી ધતતા શાળાઓની સમયમાં ફેરફાર
ગુજરાતમાં ગરમીની અસર શરૂ થઈ ગઈ છે.જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર,સ્કૂલ સંચાલકો અને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લાની સ્થિતિને અનુકૂળ સ્કૂલના સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. જેમાં કોઈ વાલીની માંગને જોતા સ્કૂલના સમયમાં ફેરફારનો આદેશ અપાયો છે.ખાસ કરીને બાલવાટિકા જેમાં નર્સરીથી માંડીને સીનિયર કેજી,પ્રાથમિક જેમાં ધોરણ 1 થી 5 અને ઉચ્ચતર માધ્યમક જેમાં ધોરણ 6 થી 8 સુધીની સ્કૂલોમાં સવારના સમયે શૈક્ષણિક કાર્ય કરવાનું જણાવાયું છે.જેથી બાળકોને કોઈ તકલીફ ના પડે.
– બપોર બાદ શિક્ષણકાર્ય ચાલુ રાખનાર શાળા સંચાલક સામે કાર્યવાહી થશે
ઘણી સ્કૂલોમાં બપોરની પાલી પણ રહે છે.એવામાં બાળકોને બપોરના સમયે સ્કૂલમાં આવવું પડે છે.જેને ધ્યાનમાં રાખીને આદેશ અપાયો છે કે,કોઈ પણ સ્કૂલ બપોરે 12 વાગ્યા બાદ શૈક્ષણિક કાર્ય ના કરે.ખુલ્લા તડકાના સીધામાં સંપર્કમાં આવે તેવી કોઈ પ્રવૃતિ ના થાય.આ સાથે જ બાળકોને હીટવેવથી બચાવવાની જાણકારી આપવામાં આવે.વધુમાં DEOએ જણાવ્યું કે આદેશનું પાલન થઈ શકે તે માટે શુક્રવારથી DEOની ટીમ તરફથી સ્કૂલોમાં જઈને તપાસ કરવામાં આવશે.જો કો આદેશનું ઉલ્લંઘન કરતું પકડાશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.