હેડલાઈન :
- અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જે ડી વાન્સની ચાર દિવસીય ભારત યાત્રા
- પરિવાર સાથે US ઉપ રાષ્ટ્રપતિ જે ડી વાન્સ ભારતની યાત્રા પર
- પ્રથમ દિવસે જેડી વાન્સે દિલ્હીના અભરધામ મંદિરની લીધી મુલાકાત
- PM નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ જે ડી વાન્સ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
- વાતચીતમાં વેપાર,સંરક્ષણ,ટેકનોલોજીમાં સહયોગ વધારવા પર ચર્ચા
- પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન
- PM મોદી-ઉપરાષ્ટ્રપતિ વાન્સે દ્વિપક્ષીય સહયોગના ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ચાર દિવસની ભારત મુલાકાતે છે.સોમવારે સાંજે PM નરેન્દ્ર મોદી અને જે ડી વાન્સે પ્રધાનમંત્રી નિવાસસ્થાને મુલાકાત કરી હતી.આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને વેપારને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.બંને નેતાઓએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારો પર વાટાઘાટોમાં પ્રગતિનું સ્વાગત કર્યું.
अमेरिकी उपराष्ट्रपति जेडी वेंस ने ट्वीट किया, "आज मैंने भारत के प्रधानमंत्री मोदी से मुलाकात की। मैं भारत के साथ अपने देश के संबंधों को मजबूत करने के लिए तत्पर हूं और उनके देश के गर्मजोशी भरे स्वागत और आतिथ्य के लिए उनका धन्यवाद करता हूं।" pic.twitter.com/qQcHjQfdx5
— ANI_HindiNews (@AHindinews) April 22, 2025
બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને આગળ વધવા માટે સંવાદ અને રાજદ્વારી અભિગમ અપનાવવા હાકલ કરી.વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિ,દ્વિતીય મહિલા અને તેમના બાળકોને ભારતમાં સુખદ અને ફળદાયી રોકાણની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે તેઓ આ વર્ષના અંતમાં તેમની ભારત મુલાકાત માટે આતુર છે.
વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ વાન્સે દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી અને તેનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું.તેમણે બંને દેશોના લોકોના કલ્યાણ પર કેન્દ્રિત, પરસ્પર લાભદાયી ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિનું સ્વાગત કર્યું.તેવી જ રીતે,તેમણે ઊર્જા, સંરક્ષણ,વ્યૂહાત્મક ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સતત પ્રયાસોની નોંધ લીધી.
જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને તણાવ છે,ત્યારે જેડી વાન્સની આ મુલાકાત વૈશ્વિક વાતાવરણમાં ભારતનું મહત્વ દર્શાવે છે.વડાપ્રધાન મોદીએ જેડી વાન્સ સાથે વાત કરતા કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.તેમણે ટ્રમ્પને તેમની ભારત મુલાકાત માટે શુભેચ્છાઓ પણ પાઠવી.
प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने आवास पर अमेरिकी उपराष्ट्रपति जेडी वेंस और उनके परिवार की मेजबानी की। प्रधानमंत्री ने जनवरी में वाशिंगटन डी.सी. की अपनी सफल यात्रा और राष्ट्रपति ट्रंप के साथ अपनी चर्चाओं को याद किया।
इस वर्ष फरवरी में पेरिस में अपनी बैठक के बाद प्रधानमंत्री और… pic.twitter.com/M4smH3Zw9A
— ANI_HindiNews (@AHindinews) April 21, 2025
– PM મોદી અને જે ડી વાન્સ વચ્ચે શું ચર્ચા થઈ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેડી વાન્સ વચ્ચેની મુલાકાત દરમિયાન,બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.જેડી વાન્સ સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષની શરૂઆતમાં તેમની અમેરિકા મુલાકાત અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની ચર્ચાઓને યાદ કરી.આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી મહત્વપૂર્ણ ચર્ચાઓએ એક રોડમેપ તૈયાર કર્યો.બંનેએ ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (MAGA) અને ‘વિકસિત ભારત 2047’ ના વિઝન સાથે સાથે કામ કરવાની યોજનાઓ પર ચર્ચા કરી.બંને નેતાઓએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારો પર વાટાઘાટોમાં પ્રગતિનું સ્વાગત કર્યું.બંને નેતાઓ ઊર્જા,સંરક્ષણ અને વ્યૂહાત્મક ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પણ સંમત થયા.તેમણે સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી.તો વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર સંવાદ અને રાજદ્વારીને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
अमेरिकी उपराष्ट्रपति जेडी वेंस ने ट्वीट किया, "आज शाम प्रधानमंत्री मोदी से मिलना सम्मान की बात थी। वे एक महान नेता हैं और वे मेरे परिवार के प्रति अविश्वसनीय रूप से दयालु थे। मैं भारत के लोगों के साथ हमारी दोस्ती और सहयोग को मजबूत करने के लिए राष्ट्रपति ट्रम्प के नेतृत्व में काम… pic.twitter.com/i2nNsvyF7R
— ANI_HindiNews (@AHindinews) April 21, 2025
– વડાપ્રધાનને મળ્યા બાદ જેડી વાન્સે શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જે ડી વાન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કર્યું.જેડી વાન્સે લખ્યું,’તેઓ એક મહાન નેતા છે અને તેઓ મારા પરિવાર પ્રત્યે અતિ પ્રેમાળ હતા.’હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ આપણા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગને મજબૂત બનાવવા માટે કામ કરવા આતુર છું.
– જેડી વાન્સનો યુરોપ પ્રવાસ કેવો રહ્યો?
જેડી વાન્સની આ ભારત મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી,તેઓ જે પણ દેશોમાં ગયા હતા ત્યાં તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા.ફ્રાન્સની મુલાકાત દરમિયાન તેમણે યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી.
જ્યારે જર્મનીની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે યુરોપ માટે સૌથી મોટો ખતરો અંદરથી છે.તેમણે ગ્રીનલેન્ડને અમેરિકામાં જોડાવાની ઓફર પણ કરી હતી.પીએમ મોદી જેડી વાન્સના પરિવારને મળ્યાજેડી વાન્સનો ભારત-જર્મની પ્રવાસ આનાથી તદ્દન અલગ છે.
– વડાપ્રધાન મોદીનું વાન્સના બાળકોને વ્હાલ
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન,જેડી વાન્સ તેમના પત્ની ઉષા વાન્સ અને ત્રણ બાળકો ઇવાન,વિવેક અને મીરાબેલ સાથે હતા.જેમની સાથે વડાપ્રધાન મોદીની તસવીરોની ખૂબ ચર્ચા થઈ રહી છે.વડાપ્રધાન મોદીએ આ બાળકોને મોરના પીંછા આપ્યા.તેમને હાથમાં પકડીને,તે તેમના પિતા જેડી વાન્સ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.