હેડલાઈન :
- દિલ્હી ખાતે પહેલગામ આતંકી હુમલા પર સર્વપક્ષીય બેઠક મળી
- સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળી સર્વપક્ષીય બેઠક
- સર્વ પક્ષના નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી
- સરકાર કોઈ પણ કાર્યવાહી કરે અમે તેમના સમર્થનમાં : રાહુલ ગાંધી
- વિપક્ષોની વડાપ્રધાન મોદી બેઠકની અધ્યક્ષતા કરી તેવી માંગ હતી
- સર્વદળોની બેઠકમાં સૌએ એક સ્વરમાં સરકારને સમર્થન જાહેર કર્યુ
- બેઠકમાં સૌએ આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતની એકતાનો પરીચય આપ્યો
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.આ બેઠક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠક દરમિયાન રાજનાથ સિંહે સમગ્ર મામલો વિપક્ષને જણાવ્યો.બેઠક બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું છે કે સમગ્ર વિપક્ષ સરકારની સાથે છે.
-કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ એ શું કહ્યું ?
સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે.છેલ્લા ઘણા વર્ષોથી લોકો કાશ્મીરમાં શાંતિથી પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા,પ્રવાસીઓ આવી રહ્યા હતા,પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું.બધા રાજકીય પક્ષોએ પોતાના વિચારો રજૂ કર્યા અને એક વાત બહાર આવી કે દેશે એક થવું જોઈએ અને એક અવાજમાં બોલવું જોઈએ. બધા પક્ષોએ કહ્યું છે કે તેઓ સરકાર સાથે છે.
– સર્વ પક્ષોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી
કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું,”સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર હતા.બધા પક્ષોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી.અમે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે પ્રયાસો કરવા જોઈએ.” લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું,”બધાએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.કોઈપણ કાર્યવાહી કરવામાં વિપક્ષે સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.”
– વિપક્ષે માંગ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકની અધ્યક્ષતા કરે
અગાઉ વિપક્ષે માંગ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકની અધ્યક્ષતા કરે.ગુરુવારે મોદી બિહારના દરભંગાની મુલાકાતે હતા,જ્યાં તેમણે જાહેરાત કરી કે પહેલગામના હત્યારાઓ અને તેમના સમર્થકોને ઓળખીને સજા કરવામાં આવશે.સર્વપક્ષીય બેઠકના એક દિવસ પહેલા સરકારે પાકિસ્તાનને લક્ષ્ય બનાવતા અનેક પગલાંની જાહેરાત કરી.બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સિંહ અને શાહે વિવિધ પક્ષોનો સંપર્ક કર્યો હતો.રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કોઈ પણ મોટી ઘટના પછી સર્વપક્ષીય બેઠક બોલાવવાની પરંપરા રહી છે જેમ કે 2019માં પુલવામા આતંકવાદી હુમલા અથવા 2020માં ભારત-ચીન ગતિરોધ દરમિયાન જોવા મળ્યું હતું.