હેડલાઈન :
- આતંકવાદના પાલન પોષણની વાત આખરે પાકિસ્તાને સ્વિકારી
- પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કર્યો સ્વિકાર
- બ્રિટનની એક ચેનલ સાથેની મુલાકાતમાં આપ્યુ મોટુ નિવેદન
- આ ગંદુ કામ અમે ત્રણ વર્ષથી કરીએ છીએ : ખ્વાજા આસિફ
- “આતંકવાદીઓને આશ્રય,તાલીમ આપે અને પછી આતંક ફેલાવે”
- ખ્વાજા આસિફના નિવેદનથી પાકિસ્તાનનું સત્ય દુનિયા સમક્ષ ખુલ્યુ
- આતંકવાદ મામલે પાકિસ્તાનના હૈયાની વાત આખરે હોઠ પર આવી
- પાકિસ્તા સ્થિત TRF આતંકી સંગઠન અંગે ખ્વાજા આરિફનું નિવેદન
- જ્યારે પિતૃ સંગઠન અસ્તિત્વમાં નથી તો પછી શાખા સંગઠન ક્યાંથી ?
પાકિસ્તાને આખરે પોત પ્રકાશ્યુ અને આતંકવાદીઓને આશ્રય આપવાની કબૂલાત કરી,સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું ‘અમે 3 દાયકાથી અમેરિકા અને પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ’.પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે,તાલીમ આપે છે અને પછી આતંક ફેલાવે છે.પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પોતે આ વાત સ્વીકારી છે.ખ્વાજા આસિફના આ નિવેદનથી પાકિસ્તાનનું સત્ય દુનિયા સમક્ષ ખુલી ગયું છે.
પહેલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના એક નિવેદને સનસનાટી મચાવી દીધી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે હવે પોતે સ્વીકાર્યું છે કે તેમનો દેશ ભારત વિરુદ્ધ આતંકવાદીઓને ટેકો આપી રહ્યો છે.ખાનગી સમાચાર એજન્સીના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.આ અંગેનો એક વીડિયો ક્લિપ પણ વાયરલ થયો છે.
– પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ શું કહ્યું ?
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન બ્રિટનની એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમને પૂછ્યું, “શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને ટેકો આપવા,તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ છે?” જવાબમાં આસિફે એક સનસનાટીભર્યા કબૂલાતમાં કહ્યું,”હા,અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.”
– પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે
ખ્વાજા આસિફે પોતાના પ્રતિભાવમાં કહ્યું,”જો આપણે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં અને પછી 9/11 પછીના યુદ્ધોમાં સામેલ ન થયા હોત,તો પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દોષરહિત હોત.”ખાનગી સમાચાર એજન્સિના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખ્વાજા આસિફના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઘણા વર્ષોથી આ આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે.પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે લશ્કર-એ-તૈયબાના ભૂતકાળમાં પાકિસ્તાન સાથે કેટલાક સંબંધો રહ્યા છે.જોકે,તેમણે કહ્યું કે હવે આ આતંકવાદી સંગઠનનો અંત આવી ગયો છે.તેમણે કહ્યું કે લશ્કરનો પાકિસ્તાન સાથેનો સંબંધ શોધવાનો અર્થ એ નથી કે અમે તેને મદદ કરીએ.પરંતુ તેમણે બેશરમીથી સ્વીકાર્યું કે પાકિસ્તાન 30 વર્ષથી આ ગંદુ કામ કરી રહ્યું છે.
– આતંકવાદી સંગઠન TRF અંગે તેમણે શું કહ્યું ?
જ્યારે ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું કે લશ્કરમાંથી નીકળેલા આતંકવાદી સંગઠને પહેલગામ હુમલાની જવાબદારી લીધી છે.તો તેમણે કહ્યું કે જ્યારે પિતૃ સંગઠન અસ્તિત્વમાં નથી,તો પછી શાખા સંગઠન ક્યાંથી આવે છે? તમને જણાવી દઈએ કે લશ્કરમાંથી ઉભરી આવેલા TRF નામના આતંકવાદી સંગઠને પહેલગામ હુમલાની જવાબદારી લીધી છે જ્યાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
– ખ્વાજા આસિફે પહેલગામ હુમલાને ભારતું કાવતરું ગણાવ્યુ ?
ખ્વાજા આસિફે પહેલગામ હુમલાને ભારતનું કાવતરું ગણાવ્યું અને કહ્યું કે અમારી એજન્સીઓ માને છે કે ભારત જ આ કરી રહ્યું છે.તેમને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનનો આતંકવાદીઓને ટેકો આપવાનો લાંબો ઇતિહાસ છે.આ અંગે તેમનું શું કહેવું છે? આના જવાબમાં ખ્વાજા આસિફે વિશ્વના મોટા દેશો પર દોષારોપણ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે મોટા દેશો માટે આ ક્ષેત્રમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે પાકિસ્તાનને દોષી ઠેરવવું સરળ છે. 80 ના દાયકામાં જ્યારે આપણે સોવિયેત યુનિયન સામે તેમના વતી લડી રહ્યા હતા,ત્યારે આજના આ બધા આતંકવાદીઓ વોશિંગ્ટનમાં આતિથ્યનો આનંદ માણી રહ્યા હતા.
-પાકિસ્તાનમાં આતંકવાદીઓને આશ્રય
ખ્વાજા આસિફે પોતાના પ્રતિભાવમાં કહ્યું,”જો અમે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં અને પછી 9/11 પછીના યુદ્ધોમાં સામેલ ન થયા હોત,તો પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દોષ રહિત હોત.” ખાનગી સમાચાર એજન્સિના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખ્વાજા આસિફના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઘણા વર્ષોથી આ આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે.