હેડલાઈન :
- કેન્દ્ર સરકારે વક્ફ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ
- કેન્દ્ર સરકારે કહ્યું લોકોના ધાર્મિક અધિકારો પર કોઈ હસ્તક્ષેપ નહીં
- વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી પરંતુ એક વૈધાનિક સંસ્થા : સરકાર
- સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબમાં કેન્દ્ર સરકારે કાયદાનો બચાવ કર્યો
- વપરાશકર્તા વકફને નોંધણીના આધારે માન્યતા આપે છે મૌખિક રીતે નહીં
કેન્દ્ર સરકારે વક્ફ સુધારા કાયદા પર પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે.સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબમાં સરકારે કાયદાનો બચાવ કર્યો છે,એટલે કે તેને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે છેલ્લા 100 વર્ષથી વપરાશકર્તા દ્વારા વકફને ફક્ત નોંધણીના આધારે માન્યતા આપવામાં આવે છે મૌખિક રીતે નહીં.
કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી પરંતુ એક વૈધાનિક સંસ્થા છે.વકફ સુધારા કાયદા મુજબ મુતવલ્લીનું કાર્ય ધર્મનિરપેક્ષ છે ધાર્મિક નથી.આ કાયદો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે.તેમણે જ બહુમતીથી તેને પસાર કરાવ્યું.
કેન્દ્ર સરકારે વકફ અંગે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સંસદ દ્વારા પસાર કરાયેલો કાયદો બંધારણીય રીતે માન્ય માનવામાં આવે છે ખાસ કરીને સંયુક્ત સંસદીય સમિતિ JPC ની ભલામણો અને સંસદમાં વ્યાપક ચર્ચા પછી બનાવવામાં આવેલ કાયદો છે.
કેન્દ્રએ કોર્ટને વિનંતી કરી કે હાલમાં કોઈપણ જોગવાઈ પર વચગાળાનો સ્ટે ન લગાવવામાં આવે.આ સુધારો કાયદો કોઈ પણ વ્યક્તિના વકફ બનાવવાના ધાર્મિક અધિકારમાં દખલ કરતો નથી.આ કાયદામાં ફક્ત વ્યવસ્થાપન અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ફેરફાર કરવામાં આવ્યો છે.
આ બિલ પસાર થતાં પહેલાં સંયુક્ત સંસદીય સમિતિની 36 બેઠકો યોજાઈ હતી અને 97 લાખથી વધુ હિતધારકોએ સૂચનો અને મેમોરેન્ડમ આપ્યા હતા.સમિતિએ દેશના 10 મોટા શહેરોની મુલાકાત લેવી પડી અને જનતા વચ્ચે જઈને તેમના મંતવ્યો જાણવા પડ્યા.