હેડલાઈન :
- અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મહાનગર પાલિકાનું મેગા ડિમોલેશન
- અમદાવાદ મનપા દ્વારા “ઓપરેશન ક્લિન” અભિયાન બેઠળ ડિમોલેશન
- છેલ્લે વર્ષ 2010 મા ચંડોળા ખાતે હાથ ધરાઈ હતી ડિમોલેશન કાર્યવાહી
- 14 વર્ષ પહેલા થયુ હતુ ડેમોલેશન તે વખતે નરેન્દ્ર મોદી હતા મુખ્યમંત્રી
- અમદાવાદનો આ ચંડોળા વિસ્તાર એટલે માનો જાણે કે મીની બાંગ્લાદેશ
- અમદાવાદના ચંડોળા વિસ્તારમાં છ વર્ષમાં બાંગ્લાદેશીઓની દબાણ વધ્યા
- અમદાવાદ મહાનગર પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયું હતુ મેગા ડિમોલેશન
- મનપાના આ મેગા ડિમોલેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં થઈ હતી કુલ 18 અરજીઓ
- ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા બાંગ્લાદેશી ઘુસણખોરોની અરજી ફગાવી
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે ઈમરજન્સી બેઠક યોજી
પહેલગામ હુમલા બાદ દેશભરમાં વિદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે.અને વિદેશીઓની યાદી તૈયાર કરવામા આવી છે.તો જે તે વિસ્તારમાં ડિમોલેશન પણ પાથ ધરાયુ છે.તેમાં ગુજરાત અગ્રસર રહ્યુ છે..જી હા ગુજરાતના હેરીટેજ સિટી ગણાતા અમદાવાદમાં પણ ખાસ કરીને જ્યાં સૌથી વધુ બાંગ્લાદેશીઓનો વસવાટ છે.ત્યાં તંત્રએ મેગા ડિમોલેશનની કવાયત હાથ ધરી છે.અમદાવાદનો ચંડોળા વિસ્તાર એટલે મીની બાંગ્લાદેશ ગણવામાં આવે છે.મહત્વનું છે કે 14 વર્ષ બાદ ચંડોળામાં ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં વર્ષ 2010 બાદ બન્યું છે મીની બાંગ્લાદેશ અને તેથી જાણીએ આ ચંડોળાનો ઇતિહાસ
આજથી લગભગ 14 વર્ષ પહેલા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.અને હવે પહેલગામમાં થયેલા હુમલા બાદ ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી છે. અમદાવાદ પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધ્યા હતા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યારે ગઇકાલ રાતથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચંડોળા વિસ્તારમાં ખડકી દેવામાં આવેલા ગરેકયાદે દબાણો દૂર કરવાની યોજના બનાવી અને આજે સવારથી ડિમોલિશનનું કામ શરૂ કર્યું છે.14 વર્ષ બાદ ચંડોળામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
– છેલ્લે 2010 માં થયું હતું ડિમોલિશન
આજથી લગભગ 14 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મોટી કાર્યવાહી કરીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પરંતુ એ સમયે સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો.જેના કારણે દબાણો દૂર કરવાની કામગીરી અટકી પડી હતી.ડિમોલિશન કરવા પર સ્ટે આવી ગયો હતો.
– 14 વર્ષમાં ઘૂસણખોરી અને દબાણો વધ્યા
વર્ષ 2010માં ડિમોલિશનની કામગીરી પર સ્ટે આવી જતાં દબાણો દૂર કરવાની કામગીરી અટકાવી દેવી પડી હતી.ત્યારબાદ સમયાંતરે ચંડોળામાં ગેરકાયદે રીતે બાંગ્લાદેશી વસવાટ કરવા લાગ્યા હતા અને દબાણો ખડકી દેવામાં આવ્યા હતા.જોકે 28 એપ્પિલની રાત્રીથી જ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઓપરેશન ક્લિન શરૂ કરવામાં આવ્યું અને વહેલી સવારે 60 જેટલા JCB અને ડમ્પર સાથે મનપાના અધિકારીઓ પહોંચ્યા હતા. બે હજાર જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા અને ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
– લલ્લા બિહારીએ બનાવેલું ફાર્મ હાઉસ તોડી પડાયું
ચંડોળામાં લલ્લા બિહારી દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. તેણે બે હજાર વારમાં એક ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું. પોલીસ સુરક્ષા સાથે મનપા દ્વારા એ ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે.ફાર્મ હાઉસમાંથી કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.જે અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને ચંડોળામાં ગેરકાયદે રીતે આશ્રય આપતો હતો અને 10થી 15 હજાર રૂપિયા તેમની પાસેથી વસૂલતો હતો..
જાણવા
– ચંડોળાનો ઇતિહાસ
અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવના ઇતિહાસ પર નજર ફરેવીએ તો ચંડોળા તળાવ ઘણું પ્રાચીન છે.આ તળાવ સારા ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું હતું. અહીંથી ખેતી અને પશુપાલન માટે પાણી આપવામાં આવતું હતું. વસતી વધતા બ્રિટિશ સામ્રાજ્યમાં તળાવમાંથી પાણી પૂરુ પાડવામાં આવતું હતું. જોકે જાળવણી નહીં થતાં એ સમયગાળામાં જ જમીન પર બાંધકામો થવા લાગ્યા હતા.ગાંધીજીએ પોતાની દાંડી યાત્રા દરમિયાન આ તળાવ પાસે આરામ કર્યો હોવાનું પણ કહેવાય છે.જોકે 70-80ના સમયગાળામાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ગેરકાયદે વસાહતો પણ બનવા લાગી અને ચંડોળા તળાવે પોતાની અસ્મિતા પણ ગુમાવી દીધી.
ચંડોળા તવાળ વિસ્તાર બાંગ્લાદેશી ઘુસણખોરો માટે હબ બની ગયું છે.છેલ્લા છ વર્ષની વાત કરવામાં આવે તો,
– ચંડોળા વિસ્તારમાંથી 251 બાંગ્લાદેશી નાગરિકો પકડાયા
- વર્ષ 2019માં 76 બાંગ્લાદેશી
- વર્ષ 2020માં 17 બાંગ્લાદેશી
- વર્ષ 2021માં 20 બાંગ્લાદેશી
- વર્ષ 2022માં 23 બાંગ્લાદેશી
- વર્ષ 2023માં 40 બાંગ્લાદેશી
- વર્ષ 2024માં 72 બાંગ્લાદેશી
ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર કબજો કરી ઝૂપડપટ્ટીની વસાહત ઉભી કરી હતી.છેલ્લા 14 વર્ષમાં અંગાજે 1.4 લાખ સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ ઉભુ કર્યું હતું. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આ દબાણ દૂર કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
– ચંડોળામાં મેગા ડિમોલેશન
અત્યારે AMC અને શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા મેગા ડિમોલિશન ઓપરેશન હેઠળ આ વિસ્તારમાંથી ગેરકાયદેસર વસાહતો જમીન દોસ્ત કરવામાં આવી.સુરક્ષાને ધ્યાને રાખીને બે હજારથી વધુ હથિયારબંધ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા.ચંડોળા તળાવ નજીક મોટાપાયે બુલડોઝર થકી બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
– અરજદારોએ હાઈકોર્ટમાં 18 અરજી કરી
હાલ ડિમોલિશનના આ મુદ્દે 18 જેટલાં અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.આ અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા.તેમજ નિયમો વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો.અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે,અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી અને ખોટી રીતે અમારા મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય કોઈ ગેરકાયદે વિદેશી છે કે,નહીં તેનો નિર્ણય ફોરેન ટ્રિબ્યૂનલ નક્કી કરે.તેથી તેની સામે કાર્યવાહીના ભાગરૂપે ગેરકાદે રીતે ઘર તોડી ન શકાય.અમને ન તો કોઈ નોટિસ મળી છે અને ન તો પુનર્વસનની કોઈ વાત કરવામાં આવી છે.
– હાઈકોર્ટે અરજદારોની અરજીને ફગાવી દીધી
અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે.જોકે હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.હાઈકોર્ટે અરજદારોની અરજીને ફગાવી દીધી હતી. અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે.પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક યોજી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે AMC દ્વારા ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડવા અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કટોકટી બેઠકની અધ્યક્ષતા કરી હતી.જેમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મનપાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.