KEY POINTS :
- “ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ થકી વિકાસ દિશામાં સિદ્ધિઓ હાંસલ કરી”
- “ગુજરાત રાજ્ય સર્વાંગિણ વિકાસની દ્રશ્ટિએ દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું”
- “ગુજરાતમાં ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ થકી રોકાણ વધારવામાં સફળ રહ્યું”
- “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરી સમિટ”
- “ગુજરાત સાથે જોડાવા ઈચ્છતા રોકાણકારો માટે 10 વાઈબ્રન્ટ સમિટ સેનેરી અવસર બનશે”
- “વડાપ્રધાનનું વિકસિત ભારતનું લક્ષ્ય પૂર્ણ કરવા ગુજરાત રાજ્ય સંકલ્પબદ્ધ”
- “વાઈબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કીંગ,નોલેજ શેરિંગ,સામાજિક-આર્થિક વિકાસનું પ્લેટફોર્મ”
- “દેશમાં સૌ પ્રથમ સેમિકન્ડક્ટ પોલિસી લાગુ કરનાર રાજ્ય બન્યુ ગુજરાત”
- “દેશમાં રિન્યૂએબલ એનર્જીમાં ગુજરાત રાજ્યએ લીડ લઈ ઈનિશિયેટિવ્ઝ લીધા”
- ” દેશની કુલ રિન્યૂએબલ એનર્જી કેપિસિટીમાં ગુજરાતનો 15 ટકા હિસ્સો ”
- ” ગુજરાત રાજ્યની રિએન્યૂએબન એનર્જી કેપિસિટી 20 ગિગાવોટ સુધી પહોંચી”
- ” ગ્રીન હાઈડ્રોજન મિશન અન્વયે 100 ગિગાવોટ રિન્યૂએબલ એનર્જી જનરેશનનો લક્ષ્યાંક “
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા,તે સમયે એટલે કે લગભગ બે દાયકા પહેલા એટલે કે વર્ષ 2003માં ગુજરાતની ક્ષમતા અને ગુજરાતની તકોને વિશ્વ સમક્ષ રજૂ કરવા નવા ઉદ્યોગો,નવી ટેકનોલોજી,નવા રોજગાર અવસર ઉભા કરવા શરૂ કરવામાં આવેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી ગુજરાત ડેવલપમેન્ટ રોલ મોડલ તરીકે દેશમાં પ્રખ્યાત થયું છે.ત્યારે ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ વિશે પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ.
– વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શું છે ?
વર્ષ 2003માં હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ,ભારતના સૌથી મોટા રોકાણ અને વેપાર પ્લેટફર્મમાંના એકમાં વિકસ્યું છે.વર્ષોથી તેણે અબજો રોકાણ આકર્ષ્યા છે.અને ગુજરાતને વિશ્વમાં વ્યવસાયો માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાન પામ્યુ છે.
– વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નામ કેવી રીતે પડ્યું
કચ્છમાં ભૂકંપ અને રાજ્યના અન્ય ભાગોમાં કુદરતી આફતો વચ્ચે ગોધરાના રમખાણો થયા હતા.આ બધા વચ્ચે,જ્યારે તે સમયના તાત્કાલિન મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ રોકાણ સમિટનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું,ત્યારે તેઓ સારા નામની શોધમાં હતા.નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોકાણ આકર્ષવા માટે સમિટનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો.એક દિવસ તેમણે એક ફાઇલના કવર પર ગુજરાત પ્રવાસન નિગમનો રંગબેરંગી લોગો જોયો.તે થોડીવાર આ લોકોને જોતા રહ્યા.આ પછી તેમણે કહ્યું કે આ લોગોમાં સમિટનું નામ છે.તેમણે કહ્યું કે આપણે રાજ્ય સરકારની ઇન્વેસ્ટમેન્ટ સમિટની પહેલને ‘વાઇબ્રન્ટ ગુજરાત’ નામ આપવું જોઇએ.તે સમયે કેટલાક લોકોએ કહ્યું હતું કે મુખ્ય શબ્દ રોકાણ છોડી દેવામાં આવ્યો છે,તો નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વાક્ય આત્મવિશ્વાસ જગાડે છે.બાદમાં વાઈબ્રન્ટ ગુજરાતે વિકાસનું મોડલ સ્થાપ્યું હતું.
– બે દશકમાં ગુજરાતમાં અનેક ફેરફાર થયા
રાજ્યમાં વાયબ્રન્ટ સમિટના બે દશક પૂરા થયા છે,બે દશકમાં ગુજરાતમાં અનેક ફેરફાર થયા છે.ગુજરાતના આર્થિક-સામાજિક ક્ષેત્રમાં અનેક ફેરફાર થયા છે.રાજ્યમાં મૂડીરોકાણ-રોજગારીની તકમાં વધારાનો દાવો થયો છે.ત્યારે મહત્વનું છે કે રાજ્યની આર્થિક અને સામાજિક તસ્વીર કેટલી બદલાઈ?,દર બે વર્ષે યોજાતી સમિટમાં આ વખતે શું છે નવું?વાયબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણનો લક્ષ્યાંક શું? સમિટમાં નવી રોજગારી સર્જનનો લક્ષ્યાંક શું? આ સવાલો પણ પ્રમુખ છે.
– વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાતની 20 વર્ષની સફર
1. વર્ષ 2003 – ગુજરાતને રોકાણ માટે યોગ્ય છે તે સ્થાપિત કરવું
28 સ્પ્ટેમ્બર 2003ના રોજ દેશનાં તે સમયના નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનાં હસ્તે વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
2. વર્ષ 2005- ગુજરાતને રોકાણ માટેનું હબ બનાવવા વધુ પ્રયાસ
વર્ષ 2005 વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ ભેરવસિંગ શેખવત દ્વારા કરવામાં આવ્યું હતું.આ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગકાર મુકેશ અંબાણી,ગૌતમ અદાણી અને શશીરુયા એ હાજરી આપી હતી.
3. વર્ષ 2007- મૂડીરોકાણ માટે ગુજરાત શ્રેષ્ઠ છે તે થીમ પર આયોજન
વર્ષ 2007 માં ખૂબ મોટા પાયે વાઇબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હતુ.
4. વર્ષ 2009 – બહારથી વધુ રોકાણ આવે તેવો ધ્યેય
વર્ષ 2009 વાઇબ્રન્ટ સમીટમાં દેશના અગ્રણી ઉધોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી, કુમાર મંગલ બિરલા, અનિલ અંબાણી, શશીરુયા, સુનિલ મિતલ અને વિશ્વનાં 18 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
5. વર્ષ 2011 – ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવાની થીમ
6. વર્ષ 2013 – ગુજરાતને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે પ્રમોટ કરાયું
7. વર્ષ 2015 – ગ્લોબલ એમ્બિશનનું સ્પ્રિંગ બોર્ડ ગુજરાત બને એવી થીમ
8. વર્ષ 2017- વિશ્વમાં ગુજરાતને ભારતના પ્રવેશદ્વાર તરીકે પ્રમોટ કરાયું
9. વર્ષ 2019 – આકાર લેતા નવા ભારતની થીમ ઉપર સમિટ
10. વર્ષ 2021 અને વર્ષ 2022 માં કારોનાના કારણે સમિટ મોકુફ રહી
11. વર્ષ 2024 – ગેટ ટુ ધ ફ્યુયર થીમ ઉપર સમિટ
– ગુજરાતમાં કયા કયા ક્ષેત્રમાં રોકાણની વણઝાર ?
- ઈલેકટ્રીક વાહનો
- એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ
- ઓટોમોબાઈલ
- બાયોટેકનોલોજી
- સિમેન્ટ
- પેટ્રોકેમિકલ્સ
- કેમિકલ્સ
- પોર્ટ્સ
- શિક્ષણ
- એન્જિનિયરિંગ
- હેલ્થ અને ફાર્માસ્યુટીકલ
- ઈન્ડસ્ટ્રીયલ પાર્ક
- લોજિસ્ટિક
- ઓઈલ એન્ડ ગેસ
- પેકેજિંગ
- પ્લાસ્ટિક
- પાવર
- ગ્રીન હાઈડ્રોજન
- રિન્યુએબલ એનર્જી
- ટેક્ષટાઈલ
- પર્યટન
- એપેરલ્સ
- નાગરિક ઉડ્ડયન
- શહેરી વિકાસ
10મી વાયબ્રન્ટ સમિટ પહેલા જ અનેક રોકાણ રાજ્યમાં થયા
સમિટ પહેલા જ 7.17 લાખ કરોડના 58 MoU કરવામાં આવ્યા
– રાજ્યમાં ક્યા ક્ષેત્રમાં કેટલી રોજગારીનું સર્જન?
- પોર્ટ ક્ષેત્રે – 10,100 રોજગાર
- પાવર ક્ષેત્રે – 5500 રોજગાર
- મિનરલ આધારિત પ્રોજેક્ટ -2000 રોજગાર
- એન્જિનિયરિંગ, ઓટો ઈન્ડસ્ટ્રીઝ – 8150 રોજગાર
- ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ, પેટ્રોકેમિકલ- 34650 રોજગાર
- શિક્ષણ ક્ષેત્રે – 8200 રોજગાર
- એગ્રો-ફૂડ પ્રોસેસિંગ- 1290 રોજગાર
– ઉદ્યોગો ક્યાં સુધીમાં શરૂ થઈ શકે ?
2025 થી 2030 દરમિયાન ઉદ્યોગો શરૂ થઈ શકે છે.જે અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણામાં શરૂ થઈ શકે છે.
– દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટનું આયોજન
વર્ષ 2003 તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.તબક્કા વાર દર બે વર્ષે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવે છે.વર્ષ 2003ની 28 સ્પ્ટેમ્બરનાં રેજ દેશનાં તે સમયના નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનાં હસ્તે વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો વર્ષ 2005 વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ ભેરવસિંગ શેખવત દ્વારા કરવામાં આવ્યું હતું.આ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગકાર મુકેશ અંબાણી,ગૌતમ અદાણી અને શશીરુયા એ હાજરી આપી હતી.
વર્ષ 2007 માં ખૂબ મોટા પાયે વાઇબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું.તો વર્ષ 2009 વાઇબ્રન્ટ સમીટમાં દેશના અગ્રણી ઉધોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી, કુમાર મંગલ બિરલા, અનિલ અંબાણી, શશીરુયા, સુનિલ મિતલ અને વિશ્વનાં 18 દેશોના પ્રતિનિધિઓ સામીલ થયા હતા.વર્ષ 2011 અને વર્ષ 2013 માં વાઇબ્રન્ટ સમિટનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.વર્ષ 2003 થી વર્ષે 2013 સુધીનાં 6 વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય પ્રધાન તરીકે હાજરી આપી હતી. જ્યારે સાત વાઇબ્રન્ટ સમીટ બાદ વર્ષ 2015 માં નરેન્દ્ર મોદી દેશનાં વડાપ્રધાન તરીકે હાજર રહ્યા હતા.વર્ષ 2015માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા.આ સમયે જુદા જુદા દેશોનાં રાજનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2017 અને વર્ષ 2019 માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ સમીટનુ આયોજન કર્યું હતું.કોરોના મહામારીના કારણે 10 વાઈબ્રન્ટ ગુજરાત સમીટ મોકૂફ રહી હતી.ગતિશીલ ગુજરાતનાં પાયા સમાન વાઇબ્રન્ટ સમીટ 2022ને કોરોના મહામારીનાં વધતા સંક્રમણનાં પરિણામે મોકૂફ કરી દેવામાં આવી10, 11 અને 12 જાન્યુઆરીનાં રોજ 10મી વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન દેશનાં વડાપ્રધા નરેન્દ્ર મોદીનાં હસ્તે થવાનું હતું. કોરના મહામારીનાં વધતા કેસનાં પરિણામે રાજ્ય સરકારે આગમ ચેતીનાં પગલાં લેતા આ 10માં વાઇબ્રન્ટ સમીટને મોકૂફ રાખવામાં આવ્યું હતું.
– વર્ષ 2023 માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની ઉજવણી
27 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈવર્ષ 2003 માં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સનિટના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજન કરવામા આવ્યુ હતુ.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ 10 મી વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે ઉદ્યોગ સંગઠનો,વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ,યુવા ઉદ્યોગ સાહસિકો,ઉચ્ચ-તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોની ભાગીદારીનું સાક્ષી બન્યા ,તો વર્ષ 2003 માં ગણ્યા ગાંઠ્યા દેશોએ ભાગ લીધો.જ્યારે 20 વર્ષ બાદ 10 સમિટમાં 135 દેશના ઉદ્યોગ સહસિકોએ ભાગ લીધો
2003 માં 30 જેટલા એક્ઝિબિટર્શ આવ્યા જ્યારે 2023 માં 10 સમિટમામ બે હજારથી વધુ એક્ઝિબિટર્શ આવ્યા
– વર્ષ 2024 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 10 જાન્યુઆરીના રોજ શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું સમાપન થયું ત્રણ દિવસ યોજાયેલી આ સમિટને બ્હોળો પ્રતિસાદ મળ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી જાણકારી આપી કે સમિટમાં 45 લાખ કરોડના રોકાણ માટેના MoU વર્ષ 2022માં કોરોનાન મહામારીના કારણે સ્થગિત વાઇબ્રન્ટ સમિટમાં 57,241 પ્રોજેક્ટ માટે 18.87 લાખ કરોડના MoU થયા.જાન્યુઆરી 2024માં આયોજીત વાઇબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ માટે 26.33 લાખ કરોડના રોકાણ માટે MoU કરવામાં આવ્યાગુજરાતે કુલ 98540 પ્રોજેક્ટ માટે 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે MoUની ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી હતી.
– 50 ટકા થી વધુ MoU ગ્રીન ગ્રોથ સેક્ટર્સમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વનું ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાના લક્ષ્ય સાથે દેશમાં ગ્રીન હાઈડ્રોજન મિશનની શરૂઆત કરી ગુજરાતે આ વાઈબ્રન્ટ સમિટમાં 50 ટકાથી વધુ MoU ગ્રીન ગ્રોથ સેક્ટર્સમાં કર્યાં ઊર્જા સુરક્ષા, ક્લિન અને ગ્રીન એનર્જી ઉત્પાદન તેમજ પર્યાવરણના જતન સાથેની પ્રગતિ થકી નેટ ઝીરો કાર્બન એમિશનના લક્ષ્યને સિદ્ધ કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ ગ્રીન હાઇડ્રોજનની દિશામાં ગુજરાતને અગ્રેસર રાખવામાં આ સેમિનારમાં થનાર વિચાર-મંથન ખૂબ ઉપયોગી બની રહેશે.
– કુલ 140થી દેશોના 61000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો
ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં 140થી દેશોના 61000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમાં ચાર દેશોના વડાઓ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા
35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા.B2B અને B2G મિટિંગ્સ અને સેમિનારનું આયોજન થયું હતું.
ગુજરાત અને ગુજરાતના લોકોનું ભવિષ્ય ઘડનારા અનેક MoU થયા હતા.
– અમિત શાહે કરાવ્યું સમિટનું સમાપન
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન કરાવ્યું હત. આ સમિટમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યુ હતુ કે વાઈબ્રન્ટ સમિટથી વિતેલા 20 વર્ષોમાં ગુજરાતમાં આવેલા બદલાવ તેમજ રાષ્ટ્રીય સ્તરે આ સમિટથી થયેલા લાભની ભૂમિકા આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ સર્વાંગીણ વિકાસની ભૂમિકા તેમણે આપી હતી.આ સમિટ વિકસિત ભારત@ 2047 નાવડપ્રધનના સ્વપ્નને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો
– પ્રથમ 9 વાઈબ્રન્ટ સમિટમાં 14 લાખ કરોડના મૂડી રોકાણ
વાઈબ્રન્ટ સમિટ દરમિયાન આવેલ મૂડીરોકાણ અને ખર્ચ વિશે જોઈએ તો પ્રથમ 5 વાઇબ્રન્ટ સમિટમાં 40 લાખ કરોડના વાયદા 9 સમિટમાં 14 લાખ કરોડ મૂડીરોકાણ આવ્યું.જેમાં 2003માં યોજાયેલી પહેલી વાઇબ્રન્ટ સમિટમાં ખર્ચ 3.89 કરોડ હતો,જે 2019માં વધીને 108 કરોડ થયો હતો.
– કોરોનાના કારણે સતત બીજા વર્ષે વાઇબ્રન્ટ સમિટને ગ્રહણ લાગ્યું
વર્ષ 2021 બાદ 2022માં પણ કોરોનાના કેસો વધવાના કારણે સમિટ મોકૂફ કરવામાં આવી.10થી 12મી જાન્યુઆરી સુધી 10મી વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી.વર્ષ 2003થી 2019 સુધી યોજાયેલી 9 વાઇબ્રન્ટ સમિટમાં અત્યાર સુધી કુલ 14.98 લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું.જેમાં 2003થી 2011 સુધીની પહેલી 5 સમિટમાં જ 40 લાખ કરોડ મૂડીરોકાણના વાયદા થયા હતા.બાદમાં 2013થી 2019 સુધીની 4 સમિટમાં મૂડીરોકાણના કેટલા વાયદા કરવામાં આવ્યા હતા.
– વાઇબ્રન્ટ સમિટના MOU સૂચિચ મૂડીરોકાણ અને ખર્ચ
- સમિટ વર્ષ MoU સૂચિત મૂડીરોકાણ સમિટ ખર્ચ (કરોડ)
- 2003 76 66068 3.89 કરોડ
- 2005 227 106161 6.94 કરોડ
- 2007 675 461835 14.29 કરોડ
- 2009 8663 1210755 28.09 કરોડ
- 2011 8380 2083000 44.85 કરોડ
- 2013 17719 માહિતી નથી 51.93 કરોડ
- 2015 21304 માહિતી નથી 80.46 કરોડ
- 2017 25923 માહિતી નથી 110.29 કરોડ
- 2019 28360 માહિતી નથી 107.65 કરોડ
– પ્રથમ 9 સમિટ દ્વારા અત્યાર સુધી કુલ 27.67 લાખ રોજગારી
વાઇબ્રન્ટનો કુલ ખર્ચ 450 કરોડ આસપાસ છે.2003માં પહેલી વાઇબ્રન્ટ સમિટમાં ખર્ચ 3.89 કરોડ હતો જે 2019માં વધીને 108 કરોડ થયો છે.આ આંકડા પ્રમાણે વિવિધ વાઇબ્રન્ટ સમિટ થકી અત્યાર સુધી કુલ 27.67 લાખ રોજગારી ઉભી થયેલી છે.
– વર્ષ 2024 ની વાઈબ્રન્ટ સમિટને વડાપ્રધાન મોદીનું સંબોધન
અમદાવાદનું સાયન્સ સિટી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીનું સાક્ષી બન્યું હતું. અમદાવાદમાં આયોજિત “સમિટ ઓફ સક્સેસ”ને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બે દાયકા પહેલાં વાવેલું નાનકડું બીજ આજે વિશાળ અને વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયુ છે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઇમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઈ છે.દરેક વખતે આ સમિટ સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે.
– આઇડિયા,ઇમેજિનેશન અને ઇમ્પ્લિમેન્ટેશન જેવા કોર એલિમેન્ટ
વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો મંત્ર સમજાવતાં જણાવ્યુ
હતું કે,આઇડિયા,ઇમેજિનેશન અને ઇમ્પ્લિમેન્ટેશન જેવા કોર એલિમેન્ટ વાઇબ્રન્ટ સમિટની
સફળતામાં સામેલ છે.યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે
તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે.વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની
ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવાનું એક માધ્યમ બની
છે.દેશની ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા,ભવ્યતા
અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે.
– વર્ષ 2003માં જૂજ દેશો જ્યાર હવે 135 થી વધુ દેશોની સહભાગીતા
વડાપ્રધામ મોદીએ જણાવ્યુ હતુ કે વર્ષ 2003 માં જૂજ દેશો તેમાં ભાગીદાર બન્યા હતા. જ્યારે હવે 135થી વધુ દેશ વાઇબ્રન્ટ સમિટમાંભાગ લેવા માટે આવે છે. તેમણે આંકડા આપતા કહ્યુ હતુ કે વર્ષ 2003માં ૩૦ની આસપાસ એક્ઝિબિટર્સ જોડાયા હતા.જ્યારે હવે બે હજારથી વધુ એક્ઝિબિટર્સ આ સમિટનો યોગ્ય મંચ તરીકે ઉપયોગ કરે છે.દેશનાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે અને તેમના રાજ્યની ક્ષમતાઓનું નિદર્શન કરવા માટે આપણે આમંત્રિત કરતા હતા.દેશનાં જુદાં-જુદાં સંગઠનો,જુદા-જુદા ઔદ્યોગિક મેળાઓ વગેરેને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડતા ગયા.20 વર્ષ એક લાંબો સમય છે.
આજની યુવા પેઢીને કદાચ ખબર નહી હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી ! વર્ષ 2001 પહેલાંનાં વર્ષોમાં સતત દુકાળ પાણીની અછત અને ત્યાર બાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી, લાખો લોકોની બેહાલી અને તકલીફભર્યું જીવન હતુ. વડાપ્રધાને જણાવ્યું હતુ કે, વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાનો હતો.સમગ્ર દેશે આ પરિકલ્પનાને હકીકતમા સાકાર થતી જોઈ છે. વર્ષ 2014 મા જયારે કેન્દ્રમાં નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેવો સંકલ્પ વડાપ્રધાને કર્યો હતો.ભારત આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે,ભારત ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે. હવે ભારતને દુનિયાના ટોચનાં ત્રણ અર્થતંત્રમાં સ્થાન અપાવવું છે.
– 20 મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી
20મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી, તેને 21મી સદીમાં બદલીને ટ્રેડની સાથે એગ્રિકલ્ચરલ પાવરહાઉસ, ફાઇનાન્સિયલ હબ તેમજ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટિમ તરીકે નવી ઓળખ અપાવી છે. જેના કારણે ગુજરાતની વ્યાપારી ઓળખ પણ વધુ મજબૂત બની છે.આ બધુ વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાને આભારી છે,જે આઇડિયા,ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીઝના ઇન્ક્યૂબેટર તરીકે કામ કરી રહી છે.છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઓટોમોબાઇલ,મેન્યુફેકચરિંગ, કેમિકલ, ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઇસ મેન્યુફેકચરિંગ, પ્રોસેસ્ડ ડાયમંડ, સિરામિક સહિતનાં ક્ષેત્રોમાં નવાં સોપાનો સર કર્યાં છે.
– વિકસિત- આત્મનિર્ભર ભારત તરીકે રાષ્ટ્રને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનું
ગુજરાત દેશનું ટોપ એક્સપોર્ટ રાજ્ય બની ગયું છે.ગુજરાતે ગત વર્ષે લગભગ બે બિલિયન યુએસ ડૉલરનું એક્સ્પોર્ટ કર્યું હતું. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેકચરિંગ બહુ મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવવાનું છે. ભારત આજે દુનિયામાં સસ્ટેનેબિલિટીની બાબતમાં નેતૃત્વ કરી રહ્યું છે.દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટિમનો વાઇબ્રન્ટ સમિટને કેવી રીતે મહત્તમ લાભ મળી શકે તે અંગે પણ વિચારવું પડશે. હવેનો આ સમય વિરામનો સમય નથી. પાછલાં 20 વર્ષ કરતા આવનારાં 20 વર્ષ વધુ મહત્ત્વનાં છે.વાઇબ્રન્ટ સમિટની સફળતાનાં 40 વર્ષ મનાવીએ ત્યારે વિકસિત- આત્મનિર્ભર ભારત તરીકે રાષ્ટ્રને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનું છે.
– વર્ષ 2024 વાઈબ્રન્ટ સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલના સંબોધનના મુદ્દા
- બે વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ
- ગુજરાતમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે એક સુવર્ણ તક બની
- વડાપ્રધાન ગુજરાતને ભારતના વિકાસનો ભાગ બનાવવા માટે કટિબદ્ધ
- છેલ્લા બે દાયકાથી ગુજરાત ભારતના વિકાસમાં મુખ્ય ખેલાડી તરીકે પ્રતિષ્ઠા મેળવી
- વાઇબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ,જ્ઞાન વહેંચણી અને સામાજિક અને આર્થિક વિકાસ માટે એક પ્લેટફોર્મ
- ગુજરાત સેમિકન્ડક્ટર પાવર પ્લાન્ટ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય
- ગુજરાતે તેની રેલ્વે લાઇનોમાં વીજ ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરી
- રાજ્યમાં વાર્ષિક વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો 15 ટકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં નવા ભારત સાથે વિશ્વના દેશો સહભાગિતા માટે તત્પર છે.તેના કારણે આજે ભારતમાં નવી ટૅકનોલૉજી, નવા ઉદ્યોગો અને નવા રોજગારના અવસરો આવી રહ્યા છે.ગુજરાતમા નવા ઉદ્યોગો આવે, નવી ટૅકનૉલૉજી આવે,નવા રોજગારના અવસરો આવે તેવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ સમિટનો વિચાર આપ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે,ગુજરાતને ઉદ્યોગો, મૂડીરોકાણો અને રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું શ્રી નરેન્દ્ર મોદીએ સેવેલુ સપનુ સાકાર થયુ છે.વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આર્થિક વિકાસ સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સુધી પહોંચ્યો છે. આ સમિટે ગુજરાતની પ્રગતિના નવા બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે.આજે ગુજરાત દેશનુ અં ગ્રણી એક્સ્પોર્ટર સ્ટેટ છે અને ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્ડ કંપનીઓમા રે થી અનેક કંપનીઓ ગુજરાતમા કારોબાર ધરાવે છે.
બે દાયકા પહેલાં વાઇબ્રન્ટ મહોત્સવના પ્રારંભે વડાપ્રધાને ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂકીને “ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ”નો મંત્ર આપ્યો હતો.આ વિશ્વાસ આજે સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી વાસ્તવમાં ચરિતાર્થ થયો છે. આજે ગુજરાતમાં ભારતનું સૌથી પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર GIFT સિટી, સૌથી મોટું ગ્રીન ફિલ્ડ સ્પેશિયલ ઇનવેસ્ટમેન્ટ રિજિયન ધોલેરા, વિશ્વનું સૌથી મોટુ સિંગલ ઑફિસ કોમ્પ્લેક્સ DREAM સિટી વગેરે જેવા વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ્સ કાર્યરત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને વડાપ્રધાનનું લક્ષ્ય 2027 સુધીમાં ભારતને પાચ ટ્રિલિયન ડૉલરનુ અં ર્થતત્ર બનાવવાનુ છે. આ લક્ષ્ય સિદ્ધિ માટે ગુજરાત પ્રો-એક્ટિવ પૉલિસીઝ-પ્રો-પિપલ ગવર્નન્સ સાથે યોગદાન આપવા કટિબદ્ધ છે.
– ગુજરાત ગેટ વે ટુ ધી બ્રાઇટ ફ્યૂચર’ બનવા સજ્જ
સેમિ કન્ડક્ટર્સ, ડિસ્પ્લે ફેબ્સ, ગ્રીન હાઇડ્રોજન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 5G, એડવાન્સ્ડ મટિરિયલ્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ઇ-કોમર્સ જેવાં ઊભરતાં ક્ષેત્રોમાં ગુજરાત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આવનારાં વર્ષોમાં ગ્રીન હાઇડ્રોજન હબ બનીને વિશ્વના ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે અને ગ્લોબલ સસ્ટેનેબિલિટીમાં પોતાનું યોગદાન આપવા માટે પણ ગુજરાત તૈયાર છે.ગુજરાત પોતાની આવી ક્ષમતાઓ ઉજાગર કરીને દુનિયાના દેશો માટે ‘ગેટ વે ટુ ધી બ્રાઇટ ફ્યૂચર’ બનવા સજ્જ છે.
– વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ભારત અને વિશ્વભરમાં રોડ શો
28 રાષ્ટ્રો અને 14 સંસ્થાઓએ શિખર સંમેલનમાં ભાગીદાર બનવાની પુષ્ટિ કરી
41,299 પ્રોજેક્ટ માટેના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,જેમાં ₹ એક લાખ કરોડના રોકાણ
– વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મુખ્ય ધ્યાન
- સેમિકન્ડક્ટર,
- ગ્રીન હાઇડ્રોજન,
- સ્પેસ ટેકનોલોજી
- મેન્યુફેક્ચરિંગ,
- ઇલેક્ટ્રિક મોબિલિટી,
- ટકાઉ ઉત્પાદન,
- નવીનીકરણીય ઊર્જા
- ઉદ્યોગ
-.ક્યાં ક્યાં યોજાઈ સમિટ
સમિટ મુંબઈ,દિલ્હી, બેંગ્લોર,લખનૌ, ચેન્નાઈ, કોલકાતા અને ચંદીગઢ જેવા મોટા શહેરોમાં તેમજ ન્યૂ જર્સી,દુબઈ, સિંગાપોર, ટોક્યો, ફ્રેન્કફર્ટ, મિલાન, કોપનહેગન, પેરિસ, હો ચી મિન્હ સિટી અને સિઓલ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં યોજાઈ હતી.