લોકસભામાં મંગળવારના રોજ બનેલી એક ઘટનાથી અધ્યક્ષ ઓમ બિરલા એટલી હદે નારાજ થયા કે તેઓ સંસદ ભવનમાં હાજર હોવા છતાં લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેઠા ન હતા. શાસક અને વિપક્ષના સભ્યો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા લોકસભાના અધ્યક્ષે પોતાના નિર્ણયથી વાકેફ કર્યા હતા.સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે જ્યાં સુધી ગૃહમાં શિસ્તનું પાલન નહીં થાય ત્યાં સુધી હું અધ્યક્ષની ખુરશી પર નથી બેસવાનો.તેમણે કહ્યુ કે મારા માટે ગૃહની ગરિમા સર્વોપરી છે.ગૃહમાં મર્યાદા જાળવવી એ સૌની જવાબદારી છે.ગૃહમાં કેટલાક સભ્યોનું વર્તન સદનની ઉચ્ચ પરંપરાઓથી વિપરિત છે.દિલ્હી સર્વિસ બિલ દરમિયાન જે હંગામો થયો તેમાં એક પણ વાત સાંભળવા દેવામાં આવી ન હતી.