રાષ્ટ્રના 77 મા સ્વાતંત્ર્ય પર્વે દેશભરમાં આઝાદીનો રંગ છવાયો.નાનકડા ગામડાથી લઈ રાજ્ય અને દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર સુધી ધ્વજવંદન કરવામા આવ્યા હતા.ગુજરાતના રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી વલસાડ ખાતે થઈ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.તો ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શના દેવીજીએ પરેડનું નિરીક્ષણ કરીને રાજભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ અને રાજ્યપાલના પરિસહાય વિકાસ સુંડા અને મનુ તોમરે પણ વૃક્ષારોપણ કર્યું હતું.સ્ટેટ રિઝર્વ પોલીસના ગૃપ-12 ની સલામી પ્લાટૂન અને બેન્ડ સાથે રાજભવન પરિવાર અને સલામતી રક્ષકોએ પણ ધ્વજવંદન કર્યું હતું.