જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા તેમજ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી DPAPના વડા ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.જેમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે હિંદુ ધર્મ ઇસ્લામ કરતા જૂનો છે.મુઘલ સૈન્ય માત્ર 10-20 મુસ્લિમોને ભારતમાં લાવ્યા હતા.બાકીના હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું.તેનું ઉદાહરણ આપણા કાશ્મીરમાં છે.600 વર્ષ પહેલા કાશ્મીરમાં મુસ્લિમ કોણ હતું? બધા કાશ્મીરી પંડિત હતા.તેથી જ હું કહું છું કે દરેક વ્યક્તિ આ ધર્મમાં જન્મે છે.તેમણે કહ્યું કે હિન્દુ ધર્મના મૂળ દૂર દૂર સુધી ફેલાયેલા છે.