નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગે એવું માનવામાં આવે છે કે તાઇવાનના તાઈહોકૂમાં વિમાન દુર્ઘટના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.તેમજ 18 ઓગસ્ટના રોજ એક સૈનિક હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. આઝાદીની લડાઈમાં અંગ્રેજો વિરુદ્ધ બ્યૂગલ ફૂંકનારા નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોઝની રચના કરી હતી.દેશની આઝાદી માટે તેમણે સિવિલ સેવાનું કેરિયર ત્યજી દીધું હતું.
વર્ષ 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહેલા નેતાજી ક્રાંતિકારી દળ સાથે જોડાયેલા હતા. જય હિન્દનો નારો નેતાજી સુભાષચંદ્ર બોઝે લોકમુખે મશહૂર કર્યો હતો.જો કે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે તેમના વિચારો તેમના મૃત્યુ બાદ પણ જીવિત રહે છે તેમજ હજારો લોકોને પ્રભાવિત કરે છે. તેમની શહીદી દિને તેમને નમન ..