આમ આદમી પાર્ટી અને બાકી ધારાસભ્યોને રક્ષાબંધન નિમિત્તે રક્ષાસૂત્ર મોકલ્યું મોંઘવારીએ માઝા મૂકી છે અને થોડા સમય પહેલા ટામેટા અને શાકભાજીના ભાવ આસમાને ચડ્યા હતા અને હવે કઠોળના ભાવ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આવા સમયમાં પણ સરકાર ચૂપ બેઠી છે, એ ખૂબ જ દુઃખદાયક વાત છે.આમ આદમી પાર્ટીના મહિલા મોરચા વતી અમારું માનવું છે કે, હવે આ વાત ફક્ત સમાચાર અને રોડ ઉપર જ સીમિત ન રહે અને ગૃહિણીઓની વેદનાનો અવાજ વિધાનસભા ગૃહમાં પણ ગુંજવો જોઈએ.